દેવભૂમિ દ્વારકા : યુવાનને યુવતી સાથે મિત્રતા કરવી ભારે પડી, આવ્યું આવું પરિણામ

નથુ રામડા,દેવભૂમિ દ્વારકા: જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંભા ગામે સ્ત્રી મિત્રના ભાઈઓએ એક યુવાન પર હુમલો કરી માર માર્યો હોવાની ઘટના પોલીસ દફતર સુધી પહોચી છે. કલ્યાણપુર પોલીસે યુવતીના બે ભાઈઓ સામે ફરિયાદ નોંધી છે. ભોગગ્રસ્ત યુવાને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લામ્બા ગામે મારામારીની ઘટના ઘટી હતી. જેમાં ગઈ કાલે ગામના મોવાવારા ડાડાના મંદિરના ગેઇટ સામે રણમલભાઇ દેશુરભાઇ કરમુર ઉ.વ. ૩૦ નામના ખેતીકામ કરતા યુવાન પર ડાડુભાઇ પરબતભાઇ ચેતરીયા અને કાનાભાઇ કરશનભાઇ ચેતરીયા તથા મશરીભાઇ હરદાસભાઇ ચેતરીયા નામના સખ્સોએ આંતરી લીધો હતો.

આરોપીએ બીભત્સ વાણી વિલાસ આચરી, આરોપી ડાડુ પરબત ચેતરીયા તથા કાના કરશન ચેતરીયાએ લાકડાના ધોકાથી તથા આરોપી મશરી ચેતરીયાએ ઢીકાપાટુનો માર માર્યો હતો. જેમાં યુવાનને માથાના ભાગે કપાળ ઉપર સાત ટાકા તથા હેમરેજ સહિતની ઈજાઓ પહોચી હતી.

આ બનાવ અંગે યુવાને સારવાર લઇ ત્રણેય આરોપીઓ સામે કલ્યાણપુર પોલીસ દફતરમા આઈપીસી કલમ ૩૨૬,૩૨૪,૩૨૩,૫૦૪,૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫(૧) મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ભોગગ્રસ્ત યુવાનને આરોપી કાના કરશન ચેતરીયાની બહેન સોનલ સાથે મીત્રતા હોય ફોન ઉપર વાત કરતા હોય જે વાતનું મનદુઃખ રાખીને હુમલો કરવામાં આવ્યો હોવાનું જાહેર થયું છે. મહિલા પીઆઈ ગગનિયા સહિતના સ્ટાફે આ બનાવ અંગે નોંધાયેલ ફરીયાદના આધારે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap