‘આજે મારી જીંદગીનો લાસ્ટ ડે છે’,યુવતીએ સુસાઈડ નોટ લખીને નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું,જાણો શું હતું કારણ

પંચમહાલ: જિલ્લાના હાલોલ તાલુકાની કોપરેજ ગામની કોલેજીયન યુવતીએ કેનાલમાં પડીને આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે. આત્મહત્યા કરવા પાછળનું કારણ તેના પ્રેમીએ પ્રેમસબંધ રાખીને શારિરીક સુખ માણીને લગ્નની ના પાડતા,તેમજ નંબર બ્લોક કરી દેતા યુવતી મનમાં લાગી આવતા એ સૂસાઈડ નોટ લખીને નર્મદા કેનાલમા કુદીને આત્મહત્યા કરી દીધી હતી. આ મામલે કાલોલ પોલીસ મથકે યુવતીના પરિવારજનો દ્વારા યુવક સામે ફરિયાદ નોંધાવામાં આવતા કાલોલ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર હાલોલ તાલુકાના કોપરેજ ગામની યુવતી તા-૨૫-૧-૨૦૨૧ના રોજ પોતાના ઘરેથી કોલેજ જવા નીકળી હતી. બપોરના સમયે યુવતીએ તેના પિતાને ફોન કર્યો હતો કે, હું ઘરે આવવા નીકળી ગઈ છું. ત્યારબાદ યુવતીનો ફોન બંધ આવતા પરિવારજનો ચિંતામા પડી ગયા હતા. બીજે દિવસે પણ યુવતીના આવતા કોલેજ તેમજ પરિવારજનો,તેમજ સખીઓને ઘરે શોધખોળ હાથ ધરવામા આવી હતી. વધુમાં રસ્તામા કેનાલ આવતી હોવાથી તે તરફ પણ તપાસ હાથ ધરી હતી. આખરે યુવતીના પિતાને તેમના સંબધી તરફથી માહીતી મળી હતી કે, શક્તિપૂરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલના ગેટ નંબર-૧૦૫ના પાણીમાં યુવતીની લાશ તરી રહી છે. આથી યુવતીના પરિવારજનો ત્યા પહોંચ્યા હતા. પિતાએ કપડા પરથી યુવતીની ઓળખ કરી લીધી હતી. તે પોતાની પુત્રી છે. આ મામલે પોલીસ કાફલો ઘટના સ્થળે આવી લાશને પાણીમાથી કાઢી પોસ્ટમોર્ટમ સહીતની કાર્યવાહી બાદમાં અંતિમવીધી હાથ ધરવામા આવી હતી. યુવતીના મોતને પગલે પરિવારજનોમા ગમનો માહોલ છવાઈ ગયો હતો.

યુવતીએ સૂસાઈટ નોટમા લખ્યુ ‘તેની લાઈફમાં બીજી છોકરી આવી તો મને ઇગ્નોર કરવા લાગ્યો’

યુવતીએ આત્મહત્યા કરતા પહેલા સાત પાનાની એક સુસાઈડ નોટ લખીને વોટસએપ ગ્રુપમાં મૂકી હતી. જેમાં અગ્રેજીમાં લખ્યુ હતું. હેલો આઈ એમ…આજે મારી લાઈફનો લાસ્ટ ડે છે. મારૂ સુસાઇડ કરવાનું કારણ રીલેશનશીપ છે. સોલંકી રાહૂલ કુમાર નગીનભાઈ છે. તે મારી સાથે તે ખોટી ખોટી વાતો કરતો જેને હું પ્રેમ સમજી બેઠી. વધુમાં લખ્યુ હતું કે, મે ફસ્ટ ટાઇમ કોઈના પર ટ્રસ્ટ કર્યો, તેના માટે કેરિયર ફ્યુચર મારા પપ્પાના ડ્રીમ ટ્રસ્ટ બધુ જ ઓવર કરી નાખ્યું. તેટલે મે તેના અને મારા ફોટા અપલોડ કરી દીધા હતાં. વધુમાં લખ્યુ હતું કે, તેની લાઈફમાં બીજી છોકરી આવી તો મને ઇગ્નોર કરવા લાગ્યો. મારો વોટસએપ નંબર બ્લોક કરી દીધુ છે.”સહિતની વિગતો સાત પાનામા લખી હતી.

આ મામલે યૂવતીના પરિવારજનો દ્વારા કાલોલ પોલીસ મથકે યુવક રાહુલ સોલંકી સામે યુવતીને મરવા માટે મજબુર કરી હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોધાવતા કાલોલ પોલીસ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.પોલીસે આરોપી યુવકની અટકાયત કરી લીધી હોવાનુ જાણવા મળ્યુ છે.

યુવાવયે આત્મહત્યાના બનાવો સમાજ માટે ચિંતાજનક

આજના મોબાઇલ અને વોટસએપ યૂગમાં આત્મહત્યાના બનાવો ખાસ કરીને યુવાવર્ગમાં બની રહ્યા છે.જે ખરેખર ચિંતાજનક છે.થોડા દિવસ પહેલા શહેરા તાલુકાના સુરેલી ગામે પ્રેમીપંખીડાએ ફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.આ છેલ્લા એક વર્ષના ગાળામા શહેરા તાલુકામાં ત્રણ જેટલા પ્રેમીપંખીડા પ્રેમમા નિષ્ફળ જવાની બીકે તેમજ સમાજ નહી સ્વીકારી તેની બીકે આત્મહત્યા કરી લીધી હતી.

પ્રેમમાં નિષ્ફળતા તેમજ પ્રેમમાં બેવફાઈ મળતા યુવાવર્ગ આત્મહત્યા કરી લઈ પોતાની મહામુલી જીંદગીને ખતમ કરી રહ્યા છે. ત્યારે માતા-પિતાએ પણ પોતાના સંતાનો અભ્યાસની સાથે શું કરી રહ્યાં છે. તેની ગતિવિધીઓ પર પણ ધ્યાન રાખવાની જરૂર છે. વધુમાં સંતાનો માટે માતા-પિતાનો પ્રેમ તો ખરો પણ સાથે થોડો તેમના પર અંકુશ પણ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap