બેરોજગારોને નોકરી મળે તેના સર્મથનમાં યુથ કોંગ્રેસનુ તંત્રને આપ્યુ આવેદન

પંચમહાલ: યુથ કોંગ્રેસના પ્રમુખ મિકી જોસેફની આગેવાની હેઠળ ગુજરાત રાજ્યમાં શિક્ષિત યુવા બેરોજગારોને કાયમી નોકરી મળે તેના સમર્થનમાં ગોધરા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

બેરોજગારોને નોકરી મળે તેના સર્મથનમાં યુથ કોંગ્રેસનુ તંત્રને આપ્યુ આવેદન

યુથ કોંગ્રેસના પ્રમુખ મીકી જોસેફે જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી શિક્ષિત તેમજ ટેટ ટાટ પાસ થયેલ ડિગ્રીધારી યુવાઓ સાથે અન્યાય થઇ રહ્યો છે. છેલ્લા દસ વર્ષોથી વ્યાયામ, કલા અને સંગીતના શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. હજારો રૂપિયા ખર્ચ કરીને ડિગ્રી મેળવનાર યુવાઓને આજે લાયકાત હોવા છતાં મંજૂરી સહિત અન્યકામો કરવા પડે છે. છતાં પણ ગુજરાત સરકારના પેટનું પાણી પણ હાલતું નથી.

દિન પ્રતિદિન શિક્ષિત બેરોજગારોની હાલત કફોડી બની રહી છે, આવનાર સમયમાં જો ગુજરાત સરકાર શિક્ષિત બેરોજગારોની તેમજ વ્યાયામ,બીએડ,પીટીસી શિક્ષકોની કાયમી ભરતી નહીં કરે તો આખા ગુજરાત રાજ્યમાં ગાંધીચીધ્યા માર્ગે આંદોલનો કરવામાં આવશે. એમ યુથ કોંગ્રેસના પ્રમૂખ મીકી જોસેફે જણાવ્યુ હતું. આવેદન આપવા કોંગ્રેસના અન્ય અગ્રણીઓ પણ હાજર રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap