કચ્છ: પક્ષી કુંજનો શિકાર કરતો યુવક ઝડપાયો, બંદૂક, છરી સહિત કારતુસ જપ્ત

બિમલ માંકડ, કચ્છ : આજે છારીઢંઢ રક્ષિત વનવિસ્તારમાં એક યુવક યાયાવર તરીકે ઓળખાતા કુંજ પક્ષીનો શિકાર કરતા ફોરેસ્ટ ટીમે ઝડપી પાડ્યો છે. ફોરેસ્ટ ટીમને જોઈ ભાગવા જતા બાઈક સ્લીપ થઈ હતી, જેને લઇ આરોપી ગંભીર રીતે ઘાયલ થયો હતો.

માહિતી અનુસાર એક યુવક કુંજ પક્ષીનો શિકાર કરી રહ્યો હતો, તે દરમિયાન ફોરેસ્ટ ટીમ અચાનક જ આવી પહોંચી હતી અને આ યુવક ફોરેસ્ટ ટીમને જોતા જ ત્યાથી ભાગવાની કોશિશ કરી પણ બાઇક સ્લીપ થઇ જતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.

યુવક નજરે પડ્યા પછી ફોરેસ્ટ ટીમે તેને પકડવા જતા બંદૂક. છરી અને કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે. શિકાર કરવા નીકળેલો યુવક બાઈક લઈને ભાગવા જતા બાઈક સ્લીપ થઈ હતી. આ યુવક સામે નિરોણા પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ તેને સારવાર અર્થે ભુજ હોસ્પિટલમાં ખસેડાયો છે.


આ યુવકના કબજામાંથી બંદૂક, કારતુશ ઉપરાંત એક છરી કબજે કરવામાં આવી અને તેને શિકાર કરેલું યાયાવર કુંજ પક્ષીનો મૃતદેહ પણ કબજે કરાયો છે, આ અંગેની વધુ તપાસ નિરોણા પોલીસે હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap