હાલમાં એન્ડ ઓફ યીયરના લાસ્ટ વીક ૨૦૨૦માં ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ૩૧ ડિસેમ્બર હોય,પરંતુ ગ્રહ ગોચર મુજબ આ તારીખ વધુ લંબાવવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. વધુમાં અગામી શુક્રવારથી શરૂ થતું ૨૦૨૧માં ત્રણ ડ્રેગનનો સંયોગ થવાથી અગામી તા.૧૪ જાન્યુ.ની ઉતરાણ મનાવવા માટે ઉસ્સાહ,ઉમંગ,આનંદની ઓટ વરતાય. કમુરતામાં ધાર્મિક કાર્યોમાં,કથા,પ્રવચનમાં ભકતોમાં નિરસતા બની રહે. વૈશ્ર્વિક મહા બિમારી કોરોનાના રસી મુકાવવી કે નહીં તેની રહીશોમાં અવઢવ બની રહેશે.
હાલના ભારતદેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ માટે ૨૦૨૧નું વર્ષ વધુ વાદ-વિવાદમાં સંપડાશે તથા આરોગ્ય બાબતે સાવચેતી રાખવી આવશ્યક. જ્યારે અમેરિકી ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કાનમાં બહેરાશ આવી શકે અને શારીરિક શક્તિમાં તકલીફો આવી શકે. જ્યારે બિડેને લીધેલા મહત્વના નિર્ણયથી અમેરિકામાં તેનો વાહ-વાહ સાથે ડંકો વગાડશે. અત્યારના રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ઉપર જીવલેણ હુમલો થવાની સંભાવના સવિશેષ રહેલ છે. ફ્રાન્સમાં કોફીનના ધંધામાં તેજી બની રહે? ભારતમાં રાજકીય વાતાવરણમાં મોટી ઉથલપાથલના યોગ બની શકે પરંતુ અપેક્ષિત ન થાય. નજીકના સમયમાં કોંગ્રેસ પક્ષમાં મોટો બદલાવ આવવાની સંભાવના રહેલી નથી. નાના મોટા શહેરોમાં યોજાતી ચૂંટણીમાં રસાકસી બની રહે.
(જાણીતા જયોતિષી આશિષ રાવલ)
