લોન્ચ થઇ દુનિયાની સૌથી મોંઘી બેગ, કિંમત જાણીને ઉડી જશે હોશ

ઇટાલીની એક લક્ઝરી બ્રાન્ડે દુનિયાની સૌથી મોંઘી બેગની ડિઝાઇન કરી છે. કંપનીએ હાલમાં જ આ બેગ લોન્ચ કરી છે. આ બેગની કિંમત 53 કરોડ રૂપિયા છે. સમુદ્રને બચાવવા જાગૃતિ અભિયાન અંતર્ગત આ બેગ બનાવવામાં આવી છે.

હકીકતમાં, લક્ઝરી ઇટાલિયન બ્રાન્ડ બોરીની મિલેન્સીએ 6 મિલિયન યુરો (લગભગ 53 કરોડ રૂપિયા) ની કિંમતે બનાવવામાં આવેલી વિશ્વની સૌથી મોંઘી બેગ લોન્ચ કરી છે. ચળકતો લૂક ધરાવતા આ પર્સમાં 130 કેરેટ હીરા અને 10 સફેદ સોનાના પતંગિયા છે. દરિયાઇ પ્રદૂષણ અંગે જાગૃતિ લાવવા બેગનું નિર્માણ કરવામાં આવ્યું છે.

બોરીની મિલ્સીએ ઇન્સ્ટાગ્રામ પર જાહેર કરેલા નિવેદનમાં લખ્યું છે કે સમુદ્રને બચાવવા અને જાગૃતિ લાવવા માટે અમારી બેગનું અનાવરણ કરવામાં અમને ગર્વ છે. તે 6 મિલિયન યુરોની બેગ છે. આગળ લખ્યું છે કે સમુદ્રને સાફ કરવા માટે તેની આવકમાંથી 800 હજાર યુરો દાન કરવામાં આવશે.
આ બેગની સુંદરતાને એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં એક વીડિયો દ્વારા બતાવવામાં આવી છે. હળવા વાદળી દેખાતા આ બેગમાં સોનાના પતંગિયા પણ છે, જે દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે. આ ઉપરાંત આ પર્સને બંધ કરવા માટે એક હૂક પણ લગાવવામાં આવ્યો છે.

ઇટાલિયન બ્રાન્ડ બોરીની એક એવી બ્રાન્ડ છે જે મિલનસી બેગ બનાવે છે. કંપનીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી સુંદર બેગ દર્શાવવામાં આવી છે. ઘણી બેગના ભાવ પણ તેમા નોંધાયેલા છે. આ નવી બેગની કિંમત હાલ ચર્ચામાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap