સૌરાષ્ટ્રનમાં આ જિલ્લામાં સ્મશાનમાં લાકડાં ખાલી, અંતિમ વિધિ માટે લાગી લાઈનો

પાર્થ મજેઠીયા,ભાવનગર: શહેરમાં કુંભારવાડા ખાતેઆવેલ શામળશા શેઠની પેઢી મોક્ષ મંદિરમાં છેલ્લા ચાર દિવસથી લાકડાં ન હોવાને કારણે મૃતકોની અંતિમ વિધિમાં વિલંબ થઈ રહ્યો છે. જેને લઈ સ્વજનોમાં રોષ ફેલાયો હતો અને ટ્રસ્ટીઓને અપીલ કરાઈ છે કે, તાત્કાલિક લાકડાંની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

લાકડાઓ ખાલી થતા હેમખેમ કરાઈ અંતિમવિધિ

ભાવનગરના કુંભારવાડા મોક્ષ મંદિર ખાતે લાકડાની અછત થતા મૃતકોના સ્વજનોઓમાં રોષ ફેલાયો હતો. આજે સવારે મોક્ષ મંદિર ખાતે અલગ-અલગ બે મૃતદેહને અંતિમવિધિ માટે લઈ આવી પહોંચ્યા હતા. પરંતુ મોક્ષ મંદિરમાં લાકડાંઓ ન હોવાને કારણે મૃતકની અંતિમ વિધિમાં કલાકો સુધી વિલંબ થયો હતો. જોકે મૃતકના સગા સંબંધિઓ દ્વારા લાકડા બહારથી લાવી મૃતકની અંતિમ વિધિ કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્રનમાં આ જિલ્લામાં સ્મશાનમાં લાકડાં ખાલી, અંતિમ વિધિ માટે લાગી લાઈનો

મૃતકના સગાના આક્ષેપો શું અને કોનો શું જવાબ

મૃતકના સ્વજનો દ્વારા મોક્ષ મંદિર ટ્રસ્ટીઓ માંથી અરવિંદભાઈ પરમાર સાથે ટેલીફોનિક વાત કરતા જણાવ્યું હતું કે હું બહાર છું તમે તમારી રીતે લાકડાં એકઠા કરી લ્યો, ટ્રસ્ટીઓ દ્વારા આવો જવાબ અપાતા અંતિમ સંસ્કાર માટે આવેલ સ્વજનોમાં ભારે નારાજગી ફેલાઈ હતી, તેમજ ભાવનગરના પૂર્વ મેયર સાથે પણ મૃતકના સ્વજનોએ વાત કરી હતી. ત્યારે મેયર દ્વારા જણાવ્યું હતું કે હું ટ્રસ્ટીઓ સાથે વાત કરું છું જો કે કોઈપણ આગેવાનો દ્વારા લાકડાની વ્યવસ્થા ઉભી કરાઈ ના હતી અને અંતે સ્વજનો દ્વારા જાતે જ લાકડાની વ્યવસ્થા કરી અને અંતિમવિધિ કરાઈ હતી.

સૌરાષ્ટ્રનમાં આ જિલ્લામાં સ્મશાનમાં લાકડાં ખાલી, અંતિમ વિધિ માટે લાગી લાઈનો

કુંભારવાડા મોક્ષ મંદિરના ટ્રસ્ટી કોંગ્રેસના નગરસેવક અરવિંદભાઈ પરમાર છે. તેને જણાવ્યું હતું કે હાલમાં લાકડાનું કોઈ દાન કરતું નથી ત્યારે ટ્રસ્ટ દ્વારા લાકડાની વ્યવસ્થા કરવામાં આવે છે. હાલમાં મૃતકના સગાએ જે આક્ષેપ કર્યો કે લાકડા નથી તેને લઈ ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે તેવું નથી લાકડા એક મૃતદેહના અગ્નિસંસ્કાર પૂરતા તો છે,પણ તેમને જોઈએ તેવા લાકડા નથી એટલે તેઓ વિરોધ કરી રહ્યા છે. જો કે મોક્ષ મંદિર વર્ષના એક સાથે લાકડા મંગાવતા હોઈ છે. હાલ ટ્રક આવી રહ્યા છે અને રસ્તામાં છે ત્યારે કાલના દિવસમાં સંપૂર્ણ વ્યવસ્થા હશે તેવું જણાવવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap