મહિલા દિવસ વિશેષ: એક સમયના વર્ગ-1ના અધિકારી,રતનદીદી સમાજને અદ્યાત્મના પાઠ ભણાવી રહ્યા છે.જાણો વિશેષ અહેવાલ

પંચમહાલ : વિજયસિંહ સોલંકી

વિશ્વ મહિલા દિવસ .સામાજીક,આર્થિક,રાજકીય દરેક ક્ષેત્રમાં મહિલાઓએ પોતાની પ્રતિભાના દર્શન આ પુરૂષપ્રધાન સમાજમાં કરાવ્યા છે.
નારી તું નારાયણી” મંત્રને દેશની અનેક
નારી શક્તિઓએ સિધ્ધ કર્યો છે.આજે આવી મહિલાઓને યાદ કરવાનો પણ દિવસ છે.મહિલાઓનુ સ્થાન સમાજના વિવિધક્ષેત્રોમાં છે.પંચમહાલ જીલ્લાના શહેરા
નગરમા રહેતા રતનબેન પટેલ જેઓ હવે રતનદીદીના હુલામલા નામથી ઓળખાય છે.શહેરા ખાતે આવેલી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વવિદ્યાલયના સંચાલિકા છે.આ પહેલા તેઓ સરકારમાં વર્ગ-૧ના અધિકારી તરીકે ફરજ બજાવતા હતા.સમય જતા તેમને સમાજસેવા માટે અધ્યાત્મનો માર્ગ પસંદ કર્યો.આજે સામાજીકસેવા,બ્રહ્માકુમારી સંસ્થાના વિચારોને સમાજમાં પ્રસ્થાપિત કરવાનુ કામ કરી રહ્યા છે.નારી શક્તિમાં ચેતના જગાડવાનુ કામ કરી રહ્યા છે.

  • રતનબેન પટેલ થી બ્રહ્માકુમારી રતનદીદી સુધીની સફર.

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના રાબડા ગામમાં જન્મેલા રતનબેન એચ.પટેલ અભ્યાસમાં જ નાનપણથી હોશિયાર અને તેજસ્વી હતા.તેમને હિન્દી વિષય પર સ્નાતક ની પદવી લીધા બાદ એમ.એસ.ડબલ્યુ અમદાવાદ ખાતેની આવેલી ગુજરાત વિદ્યાપીઠ ખાતે કર્યો. 1973માં GPSCની પરીક્ષા પાસ કરીને તેમને પોતાની કારકિર્દીની શરૂઆત સમાજ કલ્યાણ અધિકારી તરીકે કરી.1974થી 1977 માં સેલવાસ ખાતે સમાજ કલ્યાણ અધિકારી તરીકે તેમણે ફરજ બજાવી. ત્યારબાદ ભરૂચ, પંચમહાલ,સાબરકાંઠામાં વર્ગ-1 ના અધિકારીઓ તરીકે પણ સેવા આપી. તેમની સેવાઓની સારી કામગીરીને લઇને તેમને ગાંધીનગર ખાતે ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે 1992માં નિમણૂક આપવામાં આવી. ત્યારબાદ તેમને સ્વૈચ્છિક નિવૃતિ લીધી. 38 વર્ષની નોકરી બાદ રતનબેન પટેલે 2003થી સમર્પણ જીવનની શરૂઆત કરી.

  • બ્રહ્માકુમારી સંસ્થા સાથે જોડાઈ આધ્યામિક જીવનની શરૂઆત.

પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આવેલા પ્રજાપતિ બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય સંસ્થાના સંચાલિકા તરીકે જોડાઈને તેમને એક આધ્યાત્મિક જીવનની શરૂઆત કરી. લોકોને વ્યસનથી દૂર કરવા, ક્રોધથી મુક્ત કરવા અને સાચા સુખની વ્યાખ્યા સમજાવે છે. વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકસાન અને તે અંગે શિબિરો અને સેમિનારનું આયોજન કરે છે.

  • વિશ્વમહિલા દિને રતનદીદીનો સંદેશ:- તમામ નારી નીડર , નિર્ભય બને શક્તિસ્વરૂપા બને

બ્રહ્માકુમારી રતનદીદી મહિલા દિવસ નિમીત્તે જણાવે છે “આજના વર્તમાન સમયમા નારીની પરિસ્થિતી,ભારત અને વિશ્વની પરિસ્થિતી મહામારીના સમયમા સમસ્યાઓથી ડરા ભયની વિચલીત છે,નારી હિમંતવાન ,નીડર,નિર્ભયવાન બને.મહિલાઓ આજકાલ આત્મહત્યાના કેસો બની રહ્યા છે.જે ચિંતાજનક છે.નારી ભયભીત બની રહી છે,આધ્યામિત્ક પુસ્તકોનુ વાચન,આધ્યાત્મિક દ્ષ્ટિકોણ કેળવે, રાજયોગ મેડીટેશન દ્વારા માનવજાતિની આંતરિક શક્તિઓનો વિકાસ કરે,ગુણોને જીવનમા ધારણ કરે,ચરિત્રવાન બને,પોતાના ઘરના બાળકોને સંસ્કારોનુ સિંચન કરાવે,આજનો દિવસ નારી માટે શાન અપાવનાર દિવસ છે.તે તમામ નારી નીડર અને નિર્ભય બને,નારી શક્તિ શક્તિસ્વરૂપા બને ભારતના દેવી સાંસ્કૃતિક વારસાને પુન:સ્થાપિત કરે તેવી શુભકામના છે.બ્રહ્માકુમારી સંસ્થા એક પરમાત્મા એ બનાવી છે. તે માનવમૂલ્યો, ચરિત્ર ઉત્થાન અને ગુણોનું જ્ઞાન આપવામાં મહત્ત્વનો ફાળો ભજવે છે.” સામાજીક,ધાર્મિક સેવા કરતા રતનદીદીને મહિલાદિવસ નમન કરીએ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap