છત્તીસગઢના મહિલા આયોગના અધ્યક્ષ કિરણમયી નાયકે વિવાદિત નિવેદન આપ્યું છે. નાયકે 11 ડિસેમ્બરે બિલાસપુરમાં મીડિયાને સંબોધન કરતાં કહ્યું હતું કે “મોટાભાગના કિસ્સાઓમાં છોકરીઓ બ્રેકઅપ બાદ દુષ્કર્મની FIR નોંધાવે છે.”
કિરણમયી નાયકે કહ્યું, “મોટા ભાગના કિસ્સાઓમાં, છોકરીઓનો લિવ-ઇન સેટઅપમાં સર્વસંમત સંબંધ હોય છે અને પછી અલગ થયા બાદ તે દુષ્કર્મની FIR દાખલ કરો છે.”
તેમણે કહ્યું કે, જો કોઈ પરિણીત પુરુષ કોઈ છોકરીને લાલચ આપીને કોઈ અફેર શરૂ કરે છે, તો છોકરીએ સમજવું જોઈએ કે તે વ્યક્તિ જૂઠું બોલે છે કે નહીં અને તે સર્વાઈવ રહેવામાં મદદ કરશે કે નહીં. જો આ કેસ ના હોય તો બંને કે મોટાભાગની મહિલાઓ પોલીસ પાસે જાય છે.
નાયકએ કહ્યું કે, આયોગ દ્વારા અમારા પ્રયત્નો છે કે, અમે બંને તેટલુ ઘરેલુ વિવાદોમાં સંમાધાન લાવી શકીએ. તેમાં અમે મહિલાઓ પર અત્યાચાર કરતા પુરૂષોને સમજાવીએ છે. એક પ્રકારે આ કાઉન્સલિંગ છે.
નાયકે સગીરને અપીલ કરી છે કે તે ફિલ્મ રોમાંસના જાળમાં ન ફાસાઈ અને કહ્યું હતું કે તેનાથી તેમનું અને તેમના પરિવારનું જિંદગી બગડે છે.
નેશનલ ક્રાઈમ રિકોર્ડ બ્યૂરો (NCRB)ના ડેટા જણાવી છે કે, 2018ની સરખાણીએ મહિલાઓ વિરુદ્ધ ગુનાહો 2019માં 7.3 ટકા વધી ગયો છે. 2019માં ભારતમાં દરોડ આસરે 87 દુષ્કર્મ ઘટનાઓ નોધાય છે.
