પંચમહાલ: જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ઉમેદવારી ફોર્મ ખેચવાની આજે છેલ્લી તારીખ હતી. ગોધરા નગરપાલિકાની ચૂંટણી માટેના ઉમેદવારી ફોર્મ ખેચવા માટે બે ઉમેદવારો વચ્ચે મારા મારી થઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોચીને મામલો થાળે પાડ્યો હતો.
પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને શહેરા નગરપાલિકા અને ગોધરા નગરપાલિકાની ચૂંટણી યોજાવા રહી છે. ગોધરા સેવાસદન ખાતે ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ખેચાવાના લઇને બે ઉમેદવારો વચ્ચે છુટાહાથની મારામારી થઈ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
પાલિકાના વોર્ડ નંબર 5મા કોંગ્રેસના ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચતા મામલો બિચક્યો હોવાનું જાણવા મળે છે. બનાવને લઈને પોલીસે ત્યા પહોંચીને મામલો હાલ પુરતો થાળે પડ્યો છે.
