ડુંગળીના ભાવ તળીયે બેસી ગયા, શું ખેડૂતોને ફરી નુકસાની વેઠવાનો વારો આવશે ?

પાર્થ મજેઠીયા, ભાવનગર: ગુજરાતમાં ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન ભાવનગર જિલ્લામાં થાય ત્યારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મુકવાના કારણે ડુંગળીના ભાવ ગગડી ગયા જેના કારણે ખેડૂતોને પુરતા પ્રમાણમાં ભાવ નથી મળતા તો બીજી તરફ ડુંગળીના ભાવમાં જે નોંઘ પાત્ર ઘટાડો થયો તેનો લાભ આમ પ્રજાને પણ મળતો નથી ડીહાડ્રેશન પ્લાન ઘરાવતા માલિકો નિકાસ બંઘીનો પુરો લાભ ઉઠાવી નીચા ભાવે ખરીદી કરી ડુંગળીનો સ્ટોક કરી રહ્યાં છે.

ભાવનગર જિલ્લા ભાજપના પ્રમુખ મુકેશ લંગાળીયા અને ભાજપ સંગઠનના અન્ય હોદ્દેદારોએ કેન્દ્રીય કૃષિ મંત્રીને સંયુક્ત રીતે પત્ર લખીને જણાવ્યુ કે,ભૂતકાળમાં ડુંગળીના ભાવમાં વધારો થઈ રહ્યો હતો. ત્યારે ભાવને કંન્ટ્રોલમાં રાખવા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પરંતું હાલમાં ડુંગળી ખુબજ ઉત્પાદન થયું હોય નિકાસ બંઘીના કારણે માલનો ભરાવો થયો છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી જેના કારણે ખેડૂતોને ખુબજ નુકશાન સહન કરવાનો વારો આવે અને ખેડૂતોને પાયમાલ થઈ જવાનો વારો આવે તેમ છે.ખેડૂતોને નુકશાન ન જાય તે માટે તાત્કાલિક અસરથી નિકાસ બંઘી હટાવવી લેવા રજૂઆત કરવામાં આવી છે.

હાલ રાજય અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે ત્યારે જિલ્લા ભાજપના પ્રમુખની ખેડૂતો ના હિતની રજૂઆત પર કેન્દ્રીય કૃષિ મંત્રી કેવો પ્રતિસાદ આપે છે અને તાત્કાલિક નિકાસ બંઘી હટાવે છે કે ગગડી ગયેલા ભાવે ખેડૂતો ડુંગળીનું વેચાણ કરી નાખે ત્યાર બાદ નિકાસ પ્રતિબંધ હટાવે છે તે જોવું રહ્યું છે. હાલતો ગગડી ગયેલા ભાવનો ફાયદો ડીહાઈડ્રેશન પ્લાનના માલિકો ઉઠાવી ખરીદી કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap