હાર્દિક પટેલથી લઈને અર્જુન મોઢવાડિયા સુધી, ગ્રહો પ્રમાણે આ નેતાઓને મળશે ગુજરાત કોંગ્રેસની કમાન

પ્રાપ્ય માહિતી અનુસાર કોંગ્રેસ પક્ષમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી ના તાત્કાલિક અસરથી રાજીનામાં આપેલ છે. કારણ કે હમણાં રાજયમાં પૂર્ણ થયેલ વિધાનસભા ની ૮ સીટો પર કોંગ્રેસ પક્ષ નો ધોર પરાજય થયેલ છે.

એક પણ સીટ મેળવીને ખાતું ખોલી શકેલ નથી! આવા સંકટની સમસ્યા સાથે કોરોના જેવા કપરાકાળમાં ગણતરીના દિવસોમાં કોંગ્રેસ પક્ષમાં પ્રદેશ પ્રમુખ તથા વિપક્ષના નેતા તરીકે નવા નામ ડીકલેર કરે તેવી પ્રબળ શકયતા રહેલી છે.

જયોતિષ શાસ્ત્ર મુજબ હાલના ગ્રહ ગોચરનો વિચાર કરતાં સત્તાનું સુકાન દસમા ભાવથી જોવાય છે. સતા-અધિકાર માટે સૂર્ય ગ્રહ હંમેશા ગણાય છે. સત્તાનો કારક સૂર્ય સાથે શનિનો સંબંધ ખૂબ જ મહત્વનો રહેલો છે.

હાલના ગોચર ગ્રહોમાં શનિ મકર રાશિમાં સ્વગૃહી ચાલે છે. સાથે ગુરૂની યુતી રહેલ છે માટે મકર રાશિ પરથી નેતા મળવાની પ્રબળ સંભાવના રહેલી છે. જ્યારે મકર રાશિથી સાતમી રાશિ કર્ક પરથી પણ મળવાની સંભાવના નકારી શકાતી નથી. જ્યોતિષશાસ્ત્રના લાંબાગાળાના અભ્યાસ અનુભવ પ્રમાણે હાલના કોંગ્રેસપક્ષમાં અનેકવિધ મહાનુભવોમાં વ્યક્તિ ગત ગોચર ગ્રહોના અભ્યાસ પ્રમાણે.

(૧) હાર્દિક પટેલ
(૨)જગદીશભાઈ ઠાકોર
(૩)શૈલેષભાઈપરમાર
(૪) અર્જુન મોઢવાડિયા
(૫) અશ્વિન કોટવાલ
(૬) પુજાભાઈ વંશ

વીગેરે માંથી નવા નેતાઓની નામ જાહેર તેવા ગ્રહો મુજબ સંભાવના ગણાવી શકાય.અલબત થોભો,રાહ જુઓ સમય ની ધડીયાલ જ બતાવશે ?

(જાણીતા જયોતિષી,આશિષ રાવલ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap