કિશન બાંભણિયા,ગીર સોમનાથ: ઉના ગીરગઢડા પંથકમાં અકસ્માતની ધટના દિનપ્રતિદિન વધતી જતી હોય તેમ બે દિવસ પહેલા ધોકડવા નજીક બાઇક ચાલકને ટ્રકે હડફેટે લેતા બાઇક પર સવાર બન્ને યુવાનોના મોત નિપજેલ હતા. ત્યારે આજે ઉના ભાવનગર હાઇવે રોડ પર આવેલ સોંદરડા ગામના પાટીયા પાસે બાઇક પર પતિ-પત્નિ પોતાના ધરે જતા હોય ટ્રકે પાછળથી બાઇક ચાલકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પતિની નજર સામે પત્નિનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું. જ્યારે પતિને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે હોસ્પીટલે ખસેડાયેલ છે.
ઉનાના સનખડા ગામે રહેતા કૈલાશબા જયવંતભાઇ ગોહીલ તેમજ જયવંતભાઇ ધીરૂભાઇ ગોહીલ ઉ.વ.25 બન્ને પતિ-પત્નિ બાઇક પર સમી સાંજના સમયે ટીંબી તરફથી સનખડા ગામે પોતાના ધરે જતાં હોય એ દરમ્યાન પુરપાટ ઝડપે ચલાવી આવતો ટ્રક ચાલકે બાઇકને પાછળના ભાગેથી ધડાકાભેર ભટકાવી બાઇક સવાર બન્નેને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પત્નિ કૈલાશબાને માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા તેમનું ધટના સ્થળેજ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું. જ્યારે પતિ જયવંતભાઇને પણ ગંભીર ઇજા થતાં હાથના ભાગે ફેક્ચર થયેલ હતું. જોકે આ અકસ્માતમાં પત્નિનુ ધટના સ્થળે પતિની નજર સમક્ષ થતાં અરેરાટી ફેલાઇ ગયેલ હતી.
આ અકસ્માત થતાં હાઇવે પર વાહનોથી ટ્રાફીક જામ થયેલ આ બાબતે જાણ ઇમરજન્સી 108ને કરતા પાઇલોટ ભરતભાઇ બાંભણીયા તેમજ ઇએમટી ભૂપતભભાઇ બાંભણીયા તાત્કાલીક ધટના સ્થળેથી ઇજાગ્રસ્તને ઇમ્બ્યુલન્સમાં ઊના ખાનગી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે. આ અકસ્માતની જાણ તેમના પરીવારજનોને થતા તાત્કાલીક અકસ્માત સ્થળે તેમજ હોસ્પીટલે દોડી ગયા હતા.આ અંગે પોલીસે ટ્રક ચાલક સામે કાર્યવાહી તજવિજ હાથ ધરી છે.
