શિવસેનાના નેતા સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને ED તરફથી સમન્સ મોકલવામાં આવ્યું છે. પીએમસી બેંક મની લોન્ડરિંગ કેસમાં વર્ષા રાઉતને સમન્સ મોકવનામાં આવ્યું છે. તેમણે મંગળવારે ED ઓફિસમાં હાજર થવું પડશે. વર્ષાએ રજૂ થનારી ત્રીજી સમન્સ છે, જેની પહેલાં તેને સ્વાસ્થ્યના કારણે બે વાર રજૂઆત કરવામાં આવી ન હતી.
તો આ મામલે સંજય રાઉતે કહ્યું છે કે,મેં હજી કંઈ કહ્યું નથી. માત્ર ભાજપના લોકો જ મને કહે છે કે ઈડીની નોટિસ મને આપવામાં આવી છે. મને હજી સુધી કોઈ સૂચના મળી નથી. કદાચ ભાજપ કાર્યાલયમાં અટવાઈ ગયા છે. મેં મારા માણસને નોટિસ જોવા માટે ભાજપ કાર્યાલય મોકલ્યો છે. આ બધી રાજનીતિ થઈ રહી છે અને બીજું કંઇ નથી. હું શિવસેના ભવન ખાતે આજે આ વિષય વિશે વિગતવાર વાત કરીશ.
EDએ પાછલા વર્ષે ઓક્ટોબરથી પંજાબ અને મહારાષ્ટ્ર સહકારી (પીએમસી) બેંકના કેટલાક અધિકારીઓની લોન છેતરપિંડીના આરોપમાં તપાસ કરી રહી છે.
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું છે કે, જે પણ ભાજપ અને તેમના નેતાની વિરુદ્ધ બોલે છે તેની પાછળ ED, CBI મુકવામાં આવે છે. મહારાષ્ટ્રમાં આ રીતે EDનો ઉપયોગ ક્યારેય જોવા મળ્યો નથી.
