એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ ‘સિગ્નલ’નું કહેવુ કહે છે કે, તેના નવા યૂઝર્સની સંખ્યામાં મોટો વધારો થયો છે. કંપનીએ ટ્વિટ કર્યું છે કે, ઘણા નવા યૂઝર ‘સિગ્નલ’માં જોડાવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેથી વેરિફિકેશન કોડ પહોંચવામાં સમય લાગી રહ્યો છે.
માનવામાં આવી રહ્યું છે કે ‘સિગ્નલ’ને ટેસ્લાના CEO એલન મસ્કના સમર્થનથી ઘણો ફાયદો થયો છે. વ્હોટ્સએપની પ્રાઈવસી પોલીસીમાં બદલાવ બાદ ગુરૂવારે ટ્વીટ કરી ‘સિગ્નલ’ના ઉપયોગ કર્યા બાદ કહ્યું હતું.
જણાવી દઈએ કે, WhatsAppએ પોતાના પેરેન્ટ કંપની ફેસબુક સાથે તેના યુઝર્સની માહિતીને ફોરવર્ડ અને પ્રોસેસ કરવા માટે ફેરફારો કર્યા છે. વોટ્સએપની નવી પોલિસી 8 ફેબ્રુઆરીથી લાગુ થશે.
‘સિગ્નલ’ એપ સંબંધિત મહત્વની બાબતો
‘સિગ્નલ’ પ્રાઈવેટ મેસેન્જર વોટ્સએપનો બીજો વિકલ્પ છે. આ એપ સિગ્નલ ફાઉન્ડેશન દ્વારા વિકસિત કરવામાં આવી છે.
ગેજેટ્સ નાઉના જણાવ્યા અનુસાર, ‘ WhatsApp’ના કો-ફાઉન્ડર બ્રાયન એક્ટન ફેસબુક દ્વારા તેને હસ્તગત કર્યા બાદ કંપની છોડી દીધી હતી. ત્યારબાદ બાદ એક્ટન મોક્સી માર્લિન્સપાઇક સાથે સિગ્નલ ફાઉન્ડેશનની રચના કરી હતી.
‘સિગ્નલ’ મેસેજિંગ એપ લગભગ તે જ જેવી છે જે શરૂઆતમાં WhatsApp કરતા હતા, તે વધુ સારી પ્રાઈવેસી પણ આપે છે.
‘WhatsApp”તમારા ડિવાઇસમાંથી આ ડેટા એકત્રિત કરે છે: ડિવાઇસ આઈડી, યુઝર આઈડી, એડવરટાઈજિંગ ડેટા, પસચેઝ હિસ્ટ્રી, કોર્સ લોકેશન, ફોન નંબર, ઇમેલ એડ્રેસ, કોન્ટેક્ટ, પ્રોડક્ટ કન્ટરેક્શન, ક્રેશ ડેટા, પર્ફોર્મન્સ ડેટા, ડાયગ્નોસ્ટિક ડેટા, પેમેન્ટ ઈન્ફો,કસ્ટમર સપ્રોર્ટ વગેરે.
ગેજેટ્સ નાઉ અનુસાર, ‘સિગ્નલ’, આવા કોઈ ડેટા એકત્રિત કરતી નથી. ‘સિગ્નલ’ ને ફક્ત રજિસ્ટેશન માટે તમારા મોબાઇલ નંબરની જરૂર હોય છે, પરંતુ આ એપ તમારા ફોન નંબરને તમારી ઓળખ સાથે જોડતા નથી.
‘સિગ્નલ’ પ્રાઈવટ મેસેંજર એપ Android અને iOS બંને માટે ઉપલબ્ધ છે. તમે ‘સિગ્નલ’નો ઉપયોગ કરીને વોઇસ અને વીડિયો કોલ પણ કરી શકો છો. તે સંપૂર્ણપણે મફત છે. ઉપરાંત તેમાં વધુ સારી સુરક્ષા અને પ્રાઈવેસી સેટિંગ્સ સાથે ‘વોટ્સએપ’ જેવી લગભગ તમામ સુવિધાઓ છે.
