વિશ્વભરમાં અલગ-અલગ ધર્મ, રિત-રિવાજો તેમજ પરંપરાઓને માનનારા લોકો હોય છે. પણ વાત લગ્ન માટે જીવન સાથી પસંદ કરવાની કરીએ તો એક સ્ટડી અનુસાર, એટલા માટે ભારતીય યુવકોને એકદમ યોગ્ય ગણવામાં આવે છે. આ યુવકો રીત-રિવાજોને માનનારા સાથે પાર્ટનર તેમજ ઘર-પરિવારની ખુશીનું ધ્યાન રાખી જાણે છે. આના પગલે વિદેશી ગોરીની પણ લગ્ન માટે પહેલી પસંદ ભારતીય યુવક હોય છે. તો ચાલો આજે અમે તમને જણાવીશું કે અંતે વિદેશી ગોરી યુવતીઓ પણ ભારતીય યુવકોથી કેમ આકર્ષિત થાય છે.
પરિવારનો સાથ આપવો
ભારતીય યુવકો પોતાના ઘર-પરિવારને લઈને એક યુવતી જેમ જ ભાવુક થઈ જાય છે. આ સમયે તે પોતાના પરિવાર તેમજ જીવન સાથીની દરેક નાની-મોટી ખુશીનું ધ્યાન રાખવા માટે તેમની ઈચ્છાઓ પૂર્ણ કરવાની કોશિશ કરે છે. તેના આ સ્વભાવના લીધે તેનું દાંપત્ય જીવન અતિ જ સારૂ વિતે છે.
જવાબદારીઓને સમજનારા
પશ્ચિમી દેશોની તુલનામાં ભારતીય છોકરા પોતાની જવાબદારીને લઈ ખૂબ સાવચેત હોય છે. તે પોતાની જવાબદારીઓને સરખી રીતે સમજવા સાથે નિભાવવા ખૂબ મહેનત કરે છે. આવામાં તે ભારતીય યુવકો પોતાના કામથી ખસવાની જગ્યા પર પૂરૂ કરવામાં ભરોસો રાખે છે. પણ તે અન્ય દેશના ઘણાં ખરા યુવક પોતાની જવાબદારીને અવગણી પોતાના કરિયરને તેમજ જીવનને ગુમાવી દે છે. આવામાં તેના માટે પોતાના સિવાય કંઈ નથી હોતું.
રત ધાર્મિક સંસ્કૃતિથી ભરેલો દેશ છે. અહીયા રીત-રિવાજ, વ્રત- તહેવારને માનવાની પ્રથા છે. આ માટે યુવતીઓની સાથે યુવકો પણ દરેક સમારોહમાં ઉપસ્થિત રહેવું પોતાની ફરજ હોય છે. આ પ્રકાર તે પોતાની સંસ્કૃતિથી જોડવાથી પરિવાર તેમજ અન્ય સંબંધિઓના સાથે પણ હળી-મળીને રહે છે.
સંયુક્ત પરિવારમાં રહેવું
ભારતમાં આજે પણ ઘણાં બધાં ઘરોમાં સંયુક્ત પરિવારમાં રહે છે. સાથે રહેવાથી તે પોતાની રિવાજો, ધર્મને યોગ્ય જાણી લે છે. બાળપણથી જ આ માહોલમાં રહેવાના કારણે સારા સંસ્કાર મેળવે છે.
મોટાભાગના લોકો જીવનભર નિભાવે છે સાથે
ઘણાં ભારતીયો યુવક પોતાની જીવનસાથીનો સાથ દિલથી જોડે છે. તે તેનો જીવનભર સંબંધ નિભાવે છે. તે આ વાતને જાણે છે કે જીવનમાં ઉતાર-ચઢાવ આવવા સામાન્ય વાત છે. તે પોતાના દાંપત્ય જીવનમાં લડાઈ-ઝઘડામાં તેમજ તણાવ ભરી પરિસ્થિતિમાં પણ સાથેસાથ સાથ નિભાવે છે. સાથે પોતાના સંબંધને મજબૂત બનાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરે છે.
સન્માન આપવું
અન્ય દેશોની સરખામણીમાં ભારતીય યુવકો સૌ કોઈને સન્માન આપે છે. તે પોતાના અને પોતાની સાથીના પરિવારને પણ પૂરૂ સન્માન આપે છે. તે પોતાની ખુશી સાથે પોતાની જીવનસાથી તેમજ તેના પરિવારનું પણ ધ્યાન રાખે છે.
