રાજેશ દેથલીયા,અમરેલી: જગતના તાત દિવસ રાત પરસેવો પાડીને ખેત જણસો પકાવે છે. પરંતુ ખેડૂતો જ્યારે ખાંભા એપીએમસી બજારમાં મગફળી વેચવા આવે ત્યારે ખેડૂતોને મગફળીના બરદાન દીઠ 300 ગ્રામ જેટલી મગફળી વધુ લેવાઈ રહી છે. બારદાનનો વજન 800 ગ્રામ હોય પણ એપીએમસીમાં 1 કિલોનું બરદાન ગણવામાં આવતા ખેડૂતો પીસાઈ રહ્યા છે.
અમરેલી જિલ્લાના ખાંભાના એપીએમસી સેન્ટરોમાં દરરોજની હજારો ગુણી મગફળીની આવક ખાંભા યાર્ડમાં થઈ રહી છે.પરંતુ યાર્ડમાં મગફળી વેચવા આવતા ખેડૂતોને મગફળી ભરવાના બારદાનમાં એક ગુણી દીઠ 300 ગ્રામ વધારે મગફળી આપવી પડે છે કેમ કે મગફળી ભરવાના બારદાન નો વજન 800 ગ્રામ છે.
એપીએમસી દ્વારા 1 કિલો 100 ગ્રામ જેવો વજન બારદાનનો ગણવામાં આવતો હોવાથી ખેડૂતોને એક ગુણીએ 300 ગ્રામ વધુ વજન મગફળી આપવી પડતી હોવાથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. પરંતુ ખેડૂતો પરસેવો પાડીને પકવેલ ધાન માં 300 ગ્રામ વધુ ચૂકવતા મગફળી વેચનાર ખેડૂતો નિસાસા નાખી રહ્યા છે.
અમરેલી ખાંભાના એપીએમસીમાં મગફળી લઇને ખેડૂતો 100 થી દોઢ સો મણ મગફળી લઈને આવે છે પણ એક મગફળીના બારદાનમાં 30 કિલો મગફળી ભરવાની હોય પણ બારદાનનો વજન 800 ગ્રામ થતો હોવા છતાં એપીએમસી દ્વારા 1 કિલો ને 100 ગ્રામ ખાંભા એપીએમસીમાં કાપવામાં આવે છે. યાર્ડમાં ચૂંટાઈ આવતા ડિરેક્ટરો કે ખેડૂત પ્રતિનિધિઓ સામે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
