મોરબી બેઠક પર કોંગ્રેસ તરફી પવન હોવા છતાં કેમ હારનો સ્વાદ ચાખવો પડ્યો, કોંગ્રેસની હારનું પોસ્ટમોર્ટમ

રવિ નિમાવત,મોરબી: કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં આવેલ બ્રિજેશ મેરજા આજે પેટા ચૂંટણી જંગમાં વિજેતા જાહેર થયા છે. મોરબી પેટા ચૂંટણીની મત ગણતરીઓ પૂર્ણ થઇ ચુકી છે અને ૪૬૪૯ મતોની લીડ સાથે બ્રિજેશ મેરજા વિજેતા બન્યા છે. કોંગ્રેસ પક્ષે એડીચોટીનું જોર લગાવ્યા છતાં અપક્ષ ઉમેદવારો તેમજ નોટામાં પડેલા મતોએ બાજી પલટી જીતનો હાર ભાજપના ગળે પહેરાવ્યો હતોય

મોરબી પેટા ચૂંટણીમાં ગત તા.૦૩ ના રોજ મતદાન પૂર્ણ થયા બાદ આજે શહેરની પોલીટેકનીક કોલેજ ખાતે મત ગણતરી કરવામાં આવી હતી. જેમાં ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજા વિજયી બન્યા છે. મત ગણતરીમાં ઉમેદવારોને મળેલા મતોની વાત કરીએ તો કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ જેરાજ્ભાઈ પટેલ ને ૬૦,૦૬૨, ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાને ૬૪,૭૧૧ મતો મળ્યા હતા. તે ઉપરાંત ઓલ ઇન્ડિયા મજલીસએ ઇન્કિલાબએ મિલત પાર્ટીના ઉમેદવાર ભટ્ટી હુશેનભાઈને ૮૭૦ મતો મળ્યા હતા. જયારે અપક્ષ ઉમેદવાર કાસમ સુમરાને ૨૫૯, જાદવ ગીરીશભાઈને ૧૯૧, જેડા અબ્દુલને ૧૬૭, વસંત પરમારને ૬૬૪૯, બલોચ ઈસ્માઈલને ૨૧૦૭, ભીમાણી જ્યોત્સનાબેનને ૫૩૯, મકવાણા પરષોતમભાઈને ૫૧૩ અને મોવર નિજામને ૩૧૬૨ મતો મળ્યા હતા જયારે સિરાજ પોપટિયાને ૧૨૩૬ મતો મળ્યા હતા જયારે ૨૮૮૬ મતો નોટામાં પડ્યા હતાં.

પ્રતિષ્ઠાનો જંગ બની ચુકેલી મોરબી વિધાનસભા પેટા ચૂંટણીને જીતવા ભાજપે કેન્દ્રીય મંત્રી ઉપરાંત રાજ્યના સીએમ, ડેપ્યુટી સીએમને મેદાને ઉતાર્યા હતા અને આખરે જંગ ભાજપે જીતી લઈને ૨૦૧૭ માં ગુમાવેલી બેઠક પરત મેળવી છે.

અપક્ષ ઉમેદવારો અને નોટાએ કોંગ્રેસની બાજી બગાડી

કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલે જીત મેળવવા એડીચોટીનું જોર લગાવ્યું હતું અને કોંગ્રેસ આગેવાનોથી લઈને કાર્યકરો સુધીના એકજુટ થઈને જીત મેળવવા પ્રયાસ કર્યા હતા. જોકે અપક્ષ ઉમેદવારો ૧૫,૬૯૩ મતો લઇ ગયા હતા. એટલું જ નહિ નોટામાં પણ ૨૮૮૬ મતો પડ્યા હતા. જેને જીતની બાજી પલટી નાખી હતી તેમ કહી સકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap