સુરેન્દ્રનગર: ચોટીલામાં કોણે કર્યો નવા કૃષિ કાયદાનો વિરોધ ?

સુરેન્દ્રનગર: ચોટીલા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારના કૃષિ બિલનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે સરકારના કૃષિ બિલને ખેડૂતો માટે કાળો કાયદો ગણાવી કૃષિ બિલની હોળી કરી સૂત્રોચ્ચાર કર્યા હતાં.

કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર કરી કૃષિ બિલ મુદ્દે રોષ દાખવ્યો હતો. કૃષિ કાયદાના વિરોધમાં સ્થાનિક ધારાસભ્ય ઋત્વિક મકવાણા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદેદારો, આગેવાનો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લખનિય છે કે, કોંગ્રેસ નવા કૃષિ કાયદાની વિરુદ્ધ સરકારને ઘેરી લેવાના મૂડમાં છે. આ જોતા રાહુલ ગાંધી આજે રસ્તા પર ઉતરીને રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરવા નીકળ્યા હતાં. રાહુલ ગાંધીએ તેમના પક્ષના નેતાઓ સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા અને કૃષિ કાયદાની વિરુદ્ધ એકત્ર થયેલા 2 કરોડ લોકોની સહીઓ સોંપી હતી. રાષ્ટ્રપતિને મળ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું, “મેં રાષ્ટ્રપતિને કહ્યું કે આ કૃષિ કાયદા ખેડૂત વિરોધી છે. દેશએ જોયું છે કે ખેડૂતો આ કાયદાની વિરુદ્ધ મક્કમ છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap