અમેરિકાની નવી સરકારમાં સામેલ વેદાંત પટેલ કોણ છે ?

અમેરિકાના નાવ ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન વ્હાઈટ હાઉસમાં જતા પહેલા ઘણી મહત્વપૂર્ણ નિયુક્તિઓ કરી રહ્યા છે. બાઈડેટને પોતાની ટીમમાં ઘણા અમેરિકાના મુળભારતીયઓને સામેલ કર્યો છે. નાવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસથી લઈને કોરોના ટાસ્ક ફોર્સના કો-ચેયર વિવેક મૂર્તિ સુધી બાઈડેને મહત્વના પદો પર ભારતીય મૂળના લોકોને તૈનાત કરવામાં આવ્યા છે. હવે બાઈડેને વધુ એક ભારતીયને સહાયક પ્રેસ સચિવના પદ પર નામિત કર્યા છે.

જો બાઈડેને ભારતીય-અમેરિકન વેદાંત પટેલની સહાયક પ્રેસ સચિવ તરીકે નિમણૂક કરવાની જાહેરાત કરી છે. વ્હાઇટ હાઉસ કમ્યુનિકેશન્સ અને પ્રેસ કર્મચારીઓના વધારાના સભ્યોની ઘોષણા દરમિયાન આ નિમણૂક કરવામાં આવી હતી,

કોણ છે વેદાંત પટેલ?

પટેલ હાલમાં બાઈડેન ઈનોગરલના વરિષ્ઠ પ્રવક્તા છે અને તે પણ બાઈડેન અભિયાનનો એક ભાગ છે. વેદાંત પટેલ કમ્યૂનિકેશન્સ ડાયરેક્ટર રહી ચુક્યા છે.

પટેલે નેવાડા અને વેસ્ટર્ન પ્રાયમરી સ્ટેટ્સ કમ્યુનિકેશન ડિરેક્ટર તરીકે ચૂંટાયેલા પ્રમુખ જો બાીડેનના પ્રાઈમરી કેમ્પેન દરમિયાન કામગીરી બજાવી છે.

આ પહેલા વેદાંત પટેલ ભારતીય અમેરિકન કોંગ્રેસના સભ્ય પ્રમિલા જયપાલના કમ્યુનિકેશન્સ ડિરેક્ટર, ડેમોક્રેટિક નેશનલ કમિટીમાં વેસ્ટર્ન પ્રેસ સેક્રેટરી અને કોંગ્રેસના સભ્ય માઇક હોન્ડાના કમ્યુનિકેશન્સ ડિરેક્ટર હતા.

વેદાંત પટેલનો જન્મ ભારતમાં થયો હતો, પરંતુ તેનો ઉછેર કેલિફોર્નિયામાં થયો હતો. વેદાંત પટેલે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા-રિવરસાઇડ અને યુનિવર્સિટી ઓફ ફ્લોરિડામાંથી અભ્યાસ કર્યો છે.

જો બાઈડેને વેદાં પટેલ ઉપરાંત ઘણી વધુ નિમણૂકો કરી છે. આમાં સિનિયર રિજનલ કમ્યુનિકેશન્સ ડિરેક્ટર તરીકે પેજ હિલ, પ્રેસ સહાયક તરીકે માઇકલ કિકુકાવા, કોલિશન મીડિયાના સિનિયર ડિરેક્ટર તરીકે જેનિફર મોલિના, સહાયક પ્રેસ સચિવ તરીકે કેવિન મુનોઝ, પ્રેસ સહાયક તરીકે એન્જેલા ડેલા ક્રુઝ પેરેઝનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap