સૃષ્ટિ ગોસ્વામી કોણ છે? જે એક દિવસ માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી બન્યા છે

રવિવારે રાષ્ટ્રીય બાળકી દિવસ નિમિત્તે ઉત્તરાખંડમાં ત્રિવેન્દ્રસિંહ રાવતની જગ્યાએ સૃષ્ટિ ગોસ્વામીને એક દિવસ માટે મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

એક મીડિયા રિપોર્ટ મુજબ,રાજ્ય સરકારની અનેક યોજનાઓની સમીક્ષા કરવા માટે સૃષ્ટિ ગોસ્વામીએ સત્તાવાર બેઠકમાં પણ હાજરી આપી છે. આ બેઠક દરમિયાન ત્રિવેન્દ્રસિંહ રાવત પણ હાજર રહ્યા હતા.

ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય બાળકી દિવસની ઉજવણી 24 જાન્યુઆરીએ કરવામાં આવે છે, જે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની પહેલ છે.

આ પ્રસંગે રાવતે ટ્વીટ કર્યું છે કે, રાષ્ટ્રીય બાળકી દિવસ નિમિત્તે, તમામ દીકરીઓને તેમના ઉજ્જવળ ભાવિની શુભકામનાઓ. અમારી સરકાર તમામ પુત્રીઓને આત્મનિર્ભર બનાવવા અને તેમના સશક્તિકરણ માટે કટિબદ્ધ છે.

સૃષ્ટિ ગોસ્વામી કોણ છે?

એક મીડિયા રિપોર્ટ અનુસાર, સૃષ્ટિ B.Sc એગ્રિકલ્ચરની વિદ્યાર્થિની છે. તે હરિદ્વાર જિલ્લાના દોલતપુર ગામની રહેવાસી છે. તેમણે જણાવ્યું હતું કે તે કૃષિ ક્ષેત્ર પર સરકારને પોતાનું ઇનપુટ આપવા માંગશે, જે રાજ્યની 65 ટકા લોકોની આજીવિકાને સમર્થન મળે છે.

ઉત્તરાખંડ બાળ સુરક્ષા આયોગના અધ્યક્ષ ઉષા નેગીએ તેમના વિશે મુખ્ય સચિવ ઓમપ્રકાશને પત્ર લખ્યો કે, 24 જાન્યુઆરીએ કમિશને છોકરીઓના સશક્તિકરણ માટે એક આશાસ્પદ વિદ્યાર્થિની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે સૃષ્ટિ ગોસ્વામીને નિયુક્ત વિભાગોના અધિકારીઓ સાથે બાલ વિધાનસભા દરમિયાન વિકાસ કાર્યોની સમીક્ષા કરશે.

આ મામલે સૃષ્ટિ ગોસ્વામીએ એએનઆઈને કહ્યું, “મને ખુશી છે કે મને રાષ્ટ્રીય બાળકી દિવસ પર મુખ્યમંત્રી બનવાનો લાહ્વો મળ્યો છે. હું ઉત્તરાખંડના મુખ્યમંત્રીનો દિલથી આભાર વ્યક્ત કરું છું.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap