કોણ છે CBIના ઈન્ચાર્જ ડાયરેક્ટર પ્રવિણ સિન્હા, ગુજરાત સાથે શું છે કનેક્શન

અમદાવાદ: સીબીઆઈના ડાયરેક્ટર ઋષિકુમાર શુક્લા આજે નિવૃત્તિ થાય છે. ત્યારે તેમના સ્થાન પર ગુજરાત કેડરના IPS પ્રવિણ સિન્હા CBIના ઈન્ચાર્જ ડાયરેક્ટર તરીકે ચાર્જ સંભાળશે.

ગુજરાત કેડરના 1988 બેંચના આઈપીએસ પ્રવિણ સિન્હાને CBIના ઈન્ચાર્જ ડાયરેક્ટર તરીકેની જવાબદારી સોંપાઈ રહી છે. પ્રવિણ સિન્હા તપાસ એજન્સીના એડીશ્નલ ડીરેકટર તરીકે કામ કરે છે અને સીબીઆઈના હાલના ડીરેકટર આઈ.કે.શુકલા તેમના બે વર્ષના કાર્યકાળ બાદ આજે જ નિવૃત થઈ રહ્યાં છે. અને તેમના સ્થાને પ્રવિણસિંહાને હાલ કાર્યકારી ડિરેકટર તરીકે નિયુક્ત કરાશે અને આગામી 10 કે 15 દિવસમાં તેમની કાયમી નિયુક્તિ થઈ જશે.

છતાં તેમની સાથે સ્પર્ધામાં બીએસએફના હાલના વડા અને ગુજરાત કેડરના અધિકારી રાકેશ અસ્થાના અને નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીના વડા વાય.સી.મોદી, સીઆઈએસએફના વડા સુભોધ જયસ્વાલ અને કેરાળાના ડીજીપી લોકનાથ બહેરા છે.

સરકાર હાલમાં જ એક ઉચ્ચ કક્ષાની બેઠક બોલાવશે તેમાં વડાપ્રધાન ઉપરાંત સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને વિપક્ષના નેતાની કમીટી નવા વડાની પસંદગી કરશે.

અગાઉ ગુજરાત કેડરના અધિકારી રાકેશ અસ્થાના સીબીઆઈમાં નંબર ટુ પદ પર હતા પરંતુ તેઓ વિવાદમાં સપડાતા તેઓને એજન્સીની બહાર પોષ્ટીંગ અપાયુ હતું. હવે તેઓ ફરી સ્પર્ધામાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap