કોણ છે ભવ્યા લાલ ? જે NASAના કાર્યકારી કાર્યકારી પ્રમુખ બન્યાં

ભારતીય મૂળનાં અમેરિકન એન્જિનિયર ભવ્યા લાલને અમેરિકી સ્પેસ એજન્સી NASAના કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. ભવ્યા લાલ NASA માટે જો બીઈડેન પ્રેશિડેન્શિયલ ટ્રાન્જિશન એજન્સી રિવ્યુ ટીમના સદસ્ય તરીકે કામ કરી ચુકી છે.તેમનુ કામ બાઈડેન વહીવટમાં એજન્સીના ટ્રાન્જિશનને સંભાળવાનું હતું. નાસાની વેબસાઇટ અનુસાર લાલ એજન્સીમાં બજેટ અને નાણાં અંગેના વરિષ્ઠ સલાહકાર તરીકે પણ કામ કરશે.

MITમાંથી અભ્યાસ કર્યો છે

ભવ્યા લાલએ મેસાચુસેટ્સ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી (MIT)માંથી ન્યુક્લિયર એન્જિનિયરિંગમાં બેચલર ઓફ સાઈન્સ અને માસ્ટર ઓફ સાઈન્સની ડિગ્રી મેળવી છે. તેણે મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીમાંથી ટેકનોલોજી અને પોલિસીમાં માસ્ટર ઓફ સાયન્સ પણ કર્યું છે. સાતે તેમણે જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી પબ્લિક પોલિસી અને પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં ડોક્ટરની ડિગ્રી મેળવી.

સ્પેસ સેક્ટરમાં મોટું નામ

ભાવ્યા લાલએ ન્યુક્લિયર એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજીસ ઇન સ્પેસ(NETS)પર અમેરિકન સોસાયટીના વાર્ષિક કોન્ફરન્સમાં પેલીસી ટ્રેકનીસહ અધ્યક્ષ છે. તેમણે સ્મિથસોનીયન નેશનલ એર અને સ્પેસ મ્યુઝિયમ સાથે અંતરિક્ષ ઇતિહાસ અને નીતિ પર અનેક સેમિનાર સીરીઝનું પણ આયોજન કર્યું છે.

નાસાની વેબસાઇટ અનુસાર, સ્પેસ સેક્ટરમાં તેમનું યોગદાન માટે ઈન્ટરનેશનલ એકેડેમી ઓફ એસ્ટ્રોનોટ્સના એક કરસપોન્ડિંગ મેમ્બર તરીકે પસંદગી કરવામાં આવી હતી.

ભવ્યા લાલએ સ્પેસ ટેકનોલોજી અને પોલિસી કમ્યુનિટીમાં મોટું નામ છે. તે જર્નલ્સમાં 50 થી વધુ પેપર્સ પ્રકાશિત કર્યા છે. લાલએ પાંચ નેશનલ એકેડેમી ઓફ સાયન્સિસ, એન્જિનિયરિંગ અને મેડિસિન (NASEM)કમિટીમાં પણ કામ ચૂક્યા છે.

2005 થી 2020 સુધી, ભવ્યા લાલ ઇન્સ્ટિટ્યુટ ફોર ડિફેન્સ એનાલિસિસ સાયન્સ એન્ડ ટેકનોલોજી પોલિસી ઇન્સ્ટિટ્યૂટ (STPI)માં રિસર્ચ સ્ટાફના મેમ્બર તરીકે કામ કર્યું હતું. STPIમાં જોડાતા પહેલા લાલ સાઈન્સ એન્ડ ટેક્નોલોજી પોલીસી રિસર્ચ એન્ડ કન્સ્લટિંગ કોર્મ C-STPS LLC પ્રમુખ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap