વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ ભારતને કોરોના વાયરસ મહામારી વિરુદ્ધની લડાઈમાં ‘સતત મદદ’ કરવા બદલ આભાર માન્યો છે. WHOના ચીફ ટેડ્રોસ અદનોમ ઘેબ્રેયેસસે એક ટ્વિટમાં ભારત અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. ભારત પાડોશી દક્ષિણ એશિયાના દેશોમાં કોરોના વેક્સિન મોકલી રહ્યું છે.
WHOનાં ડિરેક્ટર જનરલ ઘેબ્રેયેસસે પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, ” ભારત અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગ્લોબલ COVID19 રિસ્પોન્સને સતત મદદ કરવા આભાર. માહિતી શેર કરીને, સાથે મળીને કામ કરીને આપણે વાયરસને રોકી શકીશું અને જિંદગીઓ બચાવી શકીશું.”
બ્રાઝિલના રાષ્ટ્રપતિએ પણ કહ્યું: થેંક્સ
બ્રાઝિલના રાષ્ટ્રપતિ ઝાયર બોલ્સોનારોએ કરેલા ટ્વિટ બાદ WHO ચીફની ટ્વિટ આવી, તેમણે ભારતને કોરોના રસી મોકલવા બદલ આભાર માન્યો.
બોલ્સોનારોએ પોતાના ટ્વિટમાં લખ્યું છે, “નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. એક વૈશ્વિક અવરોધ સાથેની લડાઈમાં બ્રાઝિલને એક મહાન ભાગીદાર બનવાનો ગર્વ છે. બ્રાઝિલને વેક્સિન મોકલીને ભારતને મદદ કરવા બદલ થેંક્સ.”
ભારતે 22 જાન્યુઆરીએ Covishield કોરોના વેક્સિનના 2 મિલિયન ડોઝ બ્રાઝિલ મોકલ્યા હતા. Covishield પુણેની સીરમ ઈન્સ્ટીટ્યુટ દ્વારા વિકસિત કરવામાં આવી છે. આ વેક્સિન માટે સંસ્થાએ ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે કરાર કર્યા હતાં.
ભારતે નેપાળ, ભૂટાન અને માલદીવમાં પણ 3.2 મિલિયનથી વધુ ડોઝ મોકલ્યા છે. આ સાથે ભારત મોરેશિયસ, મ્યાનમાર જેવા દેશોને પણ દાન આપશે.
પીએમ મોદીએ પહેલેથી જ કહ્યું હતું કે,ભારતની વેક્સિન ઉત્પાદન અને ડિલિવરી ક્ષમતાનો ઉપયોગ આખી માનવતાના લાભ માટે કરવામાં આવશે.
