વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ નોવેલ કોરોના વાયરસનો સામનો કરવા માટે ફાઈઝર-બાયોએનટેક વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. એવામાં અલગ-અલગ દેશોમાં જલ્દી આયાત અને વિતરણની મંજૂરી માટે હવે રસ્તો સાફ થઈ ગયો છે.
WHOએ નોવેસ કોરોના વાયરસ મહામારીની વચ્ચે પહેલા વેક્સિનને ઈમરજન્સી વેલિડેશન આપ્યું છે.
ફાઈઝર વેક્સિનને અમેરિકા,બ્રિટન અને કેનેડા સહિત ઘણા દેશોમાં પહેલાથી જ મંજૂરી આપી ચુક્યા છે. પાછાલા દિવસોમાં બ્રિટિશ મહિલા માર્ગરેટ કીનન ટ્રાયલના બાર ફાઈઝર વેક્સિન શોટ આપનારો દુનિયાનો પ્રથમ વ્યક્તિ બની હતી. લોકોએ આ વેક્સિનના બે ડોઝ આપવામાં આવશે. પ્રથમ ડોઝના 21 દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવશે.
ફાર્માસ્યુટિકલ કંપની ફાઈઝરે 18 નવેમ્બરની જાહેરાત કરી હતી તેની કોરોના વેક્સિન ફેઝ ત્રણના ટ્રાયલ્સને ફાઈનલ એનાલિસિસમાં 95 ટકા અસરકારક સાબિત થઈ છે.
ફાઈઝર વેક્સિન mRNA ટેક્નોલોજી પર આધારિત છે. આ ટેક્નોલોજી હ્યુમન સેલ્સને કોરોના વાયરસના સરફેસ પ્રોટીન બનાવવાના જેનેટિક આદેશ આપીને કામ કરે છે. જેની વાસ્તવિક વાયરસને ઓળખવા માટે ઈમ્યુન સિસ્ટમ પ્રશિક્ષિત થાય છે.
ફાઈઝર વેક્સિનને શુન્યથી 70 ડિગ્રીની નીચેના તાપમાન પર રાખવામાં આવે છે અને તેને વિશેષ બોક્સમાં એક જગ્યાથી બીજી પર પહોંચાડવામાં આવે છે. તેને સંગ્રહ થયા બાદ પાંચ દિવસ સુધી ફ્રિઝમાં રાખવામાં આવી શકે છે.
