ભારતે હજી સુધી કોરોના વેક્સિન મોરચે કોઈ પણ વેક્સિનને મંજૂરી આપી નથી. પરંતુ અપેક્ષા કરવામાં આવે છે કે, નવા વર્ષ પહેલા ભારતમાં પ્રથમ વેક્સિન મંજૂર આપી શકે છે. સમાચાર એજન્સી IANS અનુસાર, ત્રણ રસી કંપનીઓ ફાઇઝર,ઓક્સફોર્ડના સીરમ ઇન્સ્ટિટ્યૂટ, ભારત બાયોટેકે ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માટે ભારત સરકારે અરજી કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વેક્સિનને મંજૂરી આપતા નિષ્ણાત પેનલ આ અઠવાડિયાના અંત સુધીમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટની વેક્સિનને ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી શકે છે.
જાણો વિવિધ કંપનીઓની વેક્સિનની હાલમાં કઈ સ્ટેટસમાં છે અને તેઓને કેટલા સમય સુધી મંજૂરી આપી શકાય.
ફાઇઝર: ભારતમાં કોરોના વાયરસ વેક્સિનની રેસમાં ફાઇઝર મોખરે રહ્યું છે. ફાઈઝરે વેક્સિનના ઈમજન્સી ઉપયોગ માટે 4 ડિસેમ્બરે ભારત સરકારને પ્રથમ અરજી કરી હતી. જણાવી દઈએ કે, અમેરિકા, યુકે અને કેનેડા જેવા દેશોએ ફાઇઝર વેક્સિનને મંજૂરી આપી છે. પરંતુ કેટલાક વેક્સિન નિષ્ણાતોએ સવાલ ઉઠાવ્યો છે કે, વિદેશી ડેટાના આધારે કંપનીને ભારતમાં ઉપયોગ કરવાની મંજૂરી આપવી તે યોગ્ય નથી. તેથી એવું માનવામાં આવે છે કે ફાઇઝરને મંજૂરી મળે તે માટે થોડો સમય લાગી શકે છે. ઉપરાંત એ જાણવું પણ મહત્વપૂર્ણ છે કે ફાઇઝર વેક્સિન પણ અન્ય વેક્સિનની સરખાણીમાં વધુ ખર્ચાળ છે અને અન્ય વેક્સિનની સરખામણી તેની સંભાળ રાખવી ખૂબ મુશ્કેલ છે.
ઓક્સફોર્ડ / એસ્ટ્રાઝેનેકાની કોવિડશીલ્ડ
ભારતમાં બીજા નંબર પર સીરમ ઇન્સ્ટિટ્યૂટની ઓક્સફોર્ડ વેક્સીને અરજી કરી હતી. કંપનીએ 6-7 ડિસેમ્બરે કોરોના વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગી. એક રિપોર્ટ અનુસાર, ભારત સરકાર ઓક્સફોર્ડ વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે આવતા અઠવાડિયા સુધી મંજૂરી આપી શકે છે. બેંગલુરુ મિરરના સમાચાર મુજબ ઓક્સફોર્ડ વેક્સિનના મેન્યુફેક્ચરને પણ અધિકારીઓને વધુ ડેટા આપ્યા છે. ઓક્સફોર્ડ વેક્સિનને પહેલા મંજૂરી આપનાર ભારત પ્રથમ દેશ હશે. ઉપરાંત, ઓક્સફોર્ડ પણ આ પ્રકારની પ્રથમ વેક્સિન હશે જેને ભારતમાં પહેલા મંજૂરી મળી શકે.
ભારત બાયોટેકની કોવેક્સિન
ભારત બાયોટેક નામની હૈદરાબાદ સ્થિત કંપની, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની સાથે મળીને વેક્સિન બનાવી રહી છે. 23 ડિસેમ્બરે, ભારત બાયોટેકે તેમની વેક્સિન અંગે બીજી વાર સરકારને પણ અરજી કરી હતી કે, તેમને વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવે. આ પહેલા, કંપનીએ 7 ડિસેમ્બરે અરજી પણ કરી હતી, પરંતુ ત્યાં સુધીમાં તબક્કો 1 અને ફેઝ 2 ના ક્લિનિકલ ટ્રાયલ્સનો ડેટા તૈયાર થઈ ગયો હતા. ત્યારબાદ વેક્સિનને મંજૂરી આપનાર પેનલે કહ્યું હતું કે, કંપનીએ ફેઝ 3 હ્યુમન ટ્રાયલના પણ ડેટા આપવો જોઈએ.
ઝાયડસ કેડિલાની ZyCoV-D
ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિન રેસમાં થોડી પાછળ છે. હવે કંપનીએ ફેઝ 1 અને ફેઝ 2 ની ક્લિનિકલ ટ્રાયલ્સ કરી છે. આ વેક્સિન બીજા ફેઝ સુધી અસરકારક મળી છે અને તેની આડઅસર જોવા મળી નથી. ત્રીજા ફેઝનું ટ્રાયલ શરૂ કરવા કંપનીએ 24 નવેમ્બરથી સરકારની મંજૂરી માંગી છે.
