તમારા ઘરની આસપાસ આધાર સર્વિસ સેન્ટર ક્યાં છે તે માત્ર બે મિનિટમાં મળી શકે છે, ફોલો કરો આ સ્ટેપ

કેટલીક આધાર સેવાઓ માત્ર આધાર સેવા કેન્દ્રો પર જ ઉપલબ્ધ છે. ઉદાહરણ તરીકે, જો તમે તમારો મોબાઇલ નંબર અપડેટ કરવા માંગતા હો, તો આ માટે તમારે આધાર સેવા કેન્દ્રમાં જવું પડશે. આ સિવાય, જો તમને તમારું સરનામું, જન્મ તારીખ અને અન્ય કોઈપણ પ્રકારની માહિતીને ઓનલાઇન અપડેટ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તો પછી તમે નજીકના આધાર સેવા કેન્દ્રની મુલાકાત લઈને આવી વિગતોને અપડેટ કરી શકો છો. જોકે, તમારા ઘરની આજુ-બાજુ ક્યાં આધાર સેવા કેન્દ્ર છે તેની માહિતી મેળવવા માટે તમે ઘણા માધ્યમોની મદદ લઈ શકો છો.

નજીકના આધાર સેવા કેન્દ્રની માહિતી મેળવવા માટે તમે હેલ્પલાઇન નંબર 1947 પર કોલ કરી શકો છો. આ માહિતી તમે આધાર હેલ્પલાઈન નંબર 1947 પર હિન્દી, અંગ્રેજી, તેલુગુ, કન્નડ, તમિલ, મલયાલમ, પંજાબી, ગુજરાતી, મરાઠી, ઉડિયા, બંગાળી, આસામી અને ઉર્દૂ સહિત 12 ભાષાઓમાં મેળવી શકો છો. UIDAI દ્વારા એક ટ્વીટમાં કહ્યું છે કે તમે તમારી સ્થાનિક ભાષામાં આધારને લગતા કોઈપણ પ્રકારનાં પ્રશ્નો મેળવી શકો છો.

UIDAI દ્વારા કરેલા ટ્વીટમાં કહ્યું છે કે, “તમે તમારા મોબાઇલ નંબર અથવા લેન્ડલાઇન નંબર પરથી 1947 પર ફોન કરીને નજીકનું આધાર કેન્દ્ર શોધી શકો છો. તમે તમારા વિસ્તારના અધિકૃત કેન્દ્રનું સરનામું શોધી શકો છો. આધાર કેન્દ્રની માહિતી તમે mAadhaar App દ્વારા પણ મેળવી શકો છો. ”

mAadhaar એપ

જો તમે એન્ડ્રોઇડ યુઝર છે, તો તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી mAadhaar એપ ડાઉનલોડ કરી શકો છો. તે સાથે જો તમે iOS યુઝર છો, તો તમે એપ સ્ટોર પરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. આ એપ દ્વારા તમે અન્ય કોઈપણ પ્રકારની સુવિધા મેળવી શકો છો. તમે આ એપ્લિકેશન દ્વારા નજીકના આધાર કેન્દ્રની માહિતી પણ મેળવી શકો છો.

UIDAI વેબસાઇટ પરથી

આધાર કાર્ડ આપતી સંસ્થા, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ની વેબસાઇટ દ્વારા તમે નજીકના નોંધણી કેન્દ્રની માહિતી મેળવી શકો છો. આ માટે, તમારે https://uidai.gov.in/ પર લોગ ઇન કરવું પડશે. અહીં તમારે ‘માય આધાર ‘Locate an Enrolment Center’ના વિકલ્પ પર ક્લિક કરવું પડશે. અહીં તમે પિન કોડ અને અન્ય આપેલ વિકલ્પો દ્વારા આ વિશેની માહિતી મેળવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap