કમલ હાસને પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું- નવા સંસદ ભવનની શું જરૂર છે

મક્કલ નિધિ મય્યામ (એમએનએમ) ના પ્રમુખ કમલ હાસનએ રવિવારે માંગ કરી કે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદ ભવનના નિર્માણનું કારણ એવા સમયે સમજાવવું જોઈએ જ્યારે ભારતનો અડધો ભાગ ભૂખ્યો છે.

હાસને ટ્વીટ કરીને કહ્યું હતું કે, ખેડૂતોની સુરક્ષા માટે 1000 કરોડના ખર્ચે નવા સંસદ ભવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જ્યારે ભારતનો અડધો ભાગ કોરોના વાયરસની મહામારીના કારણે ભૂખ્યો છે અને આજીવિકાને પણ ખૂબ મોટુ નુકસાન થઈ રહ્યું છે.

એમએનએમના પ્રમુખે દક્ષિણ તમિલનાડુના મદુરે બેઠક પરની વિધાનસભાની ચૂંટણી માટે પોતાનું અભિયાનના પ્રથમ ચરણની શરૂઆત કરતાની પહેલા કહ્યું હતું. “જવાબ આપો માનનિય નિર્વાચિત પ્રધાનમંત્રી” જણાવી દઈએ કે, તમિલનાડુમાં એપ્રિલ-મે 2021માં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે.

નવા સંસદ ભવનના પ્રસ્તાવિત નિર્માણની સરખાણી ચીનના વર્ષો જુના ગ્રેટ વોલ ઓફ ચાઈના સાથે કરતા હાસને દાવો કર્યો કે, તેના નિર્માણ દરમિયાન હજારો લોકો માર્યા હતા હતા, પરંતુ ચીનના શાસકોએ કહ્યું હતું કે, દીવાલ લોકોની સુરક્ષા માટે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap