બિમલ માંકડ, કચ્છ: હિન્દુ યુવા સંગઠન ભારત 9મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. ત્યારે આજે ભુજના સર્કિટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં હિન્દુયુવા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુવીર સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દેશની સાંસદમાં CAA અને CAB કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં સરકાર દ્વારા નિર્ણય કરાયો કે 31 ડિસેમ્બર 2014 પહેલા પાકિસ્તાનથી ભારત આવેલા આશ્રિત પરિવારોને ભારતનું નાગરિકત્વ મળવું જોઈએ તેમ છતાં તાલુકો માળિયા જિલ્લો મોરબી ખાતે વસવાટ કરતા 40 પરિવારોના 200જેટલા નાગરિકોની પરિસ્થિતિ દયનિય બની રહી છે.
આ લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો કરવો પડી રહ્યો છે અને પરિવારના દીકરા દિકરીઓના લગ્નમાં પણ મુશ્કેલીઓ આવી રહી છે. આ પરિવારો પાસે ભારતનું નાગરિકત્વ ન હોવાનાં કારણે તેઓના દીકરાઓને પોતાની પુત્રી આપવા તૈયાર થતું નથી. કારણ કે, જો દિકરી આપે અને ભારતનું નાગરિકત્વ ન મળે તો તેની વ્હાલ સોઈ ક્યાં રહીને આશ્રિત થાય ? તેવા અનિયારા પ્રશ્નો કર્યા હતાં અને દુઃખ સાથે જણાવ્યું હતું કે અમે ભારતમાં વસતા હોવા છતાં પણ મતદાન કરીશકતા ન હોવાને કારણે અમારા પ્રશ્નો પર ધ્યાન આપવામાં આવતું નથી.

કચ્છ મીરબી સાંસદ વિનોદ ચાવડા પાસે પણ રજુઆત કરવા અને જવાનું જણાવ્યું હતું વધુમાં ઉમેર્યું હતું કે,અમોને કોઈ સરકાર પાસે લાલસા નથી માત્ર અમોને આશ્રિત શબ્દ હટાવીને ભારતમાં નાગરિકત્વ આપવામાં આજે જેથી અમે અમારા પરિવારનું ગુજરાન ચલાવવા નોકરી કરી શકીએ અને સરકાર તરફથી કોઈ મકાન કે, આર્થિક સહાય પણ લેવા ન ઈચ્છતા આ પરિવારના સભ્યોએ સરકાર સમક્ષ ધા નાખી છે કે અમને ભારતના નાગરિકનું હક્ક આપો.
હિન્દુ યુવા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુવીર સિંહ જાડેજાએ ઉમેર્યું હતું કે, આ પાકિસ્તાનથી ભારતમાં આવેલા હિન્દુ પરિવારો માટે સરકાર પાસે રજુઆત કરીશું અને હજી પણ આવા કેટલાય પરિવારો રાજકોટમાં વસવાટ કરી રહ્યાં છે. તેને પણ મળીને એક મુહિમ ઉપાડીને સરકાર પાસે આ પોતાના ભારત દેશમાં આવીને વસવાટ કરતા હિન્દૂ પરિવારને મદદરૂપ બનશે અને જરૂર પડ્યે ઉચ્ચ કક્ષાએ પણ રજુઆત કરશે. આ કાર્યક્રમમાં આશ્રિત પરિવારના સભ્યો સાથેરાષ્ટ્રીય અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા, ભાવનગર પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજા, રણછોડભાઈ આહીર, ધીરેનભાઈ જોષી, ભગવાનભાઈ રબારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
