WhatsAppની નવી પોલીસી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી, જાણો કોર્ટે શું કહ્યું…

કેન્દ્ર સરકારે 25 જાન્યુઆરીએ દિલ્હી હાઈકોર્ટને કહ્યું હતું કે, ભારતીય અને યુરોપિયન યુઝર્સ માટે WhatsAppની પોલીસી અલગ-અલગ છે. આ દરમિયાન WhatsAppએ કોર્ટને માહિતી આપી હતી કે,કેન્દ્રએ તેની નવી પ્રાઈવસી પોલીસી અંગે સ્પષ્ટતા માંગી છે અને તે ટૂંક સમયમાં તેનો જવાબ આપશે.

માહિતી મુજબ અરજી પર સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્માએ કોર્ટને કહ્યું હતું કે, સરકારે WhatsApp પર પ્રશ્નોની લીસ્ટ મોકલી આપી છે.

ચેતન શર્માએ કહ્યું, “WhatsApp યુરોપિયન યુઝર્સને જે પ્રાઈવેસી પોલીસી ઓફર કરી રહ્યા છે, તેમાં કોઈ પણ ફેસબુક કંપની સાથે કોઈ માહિતી શેર કરવાની પ્રતિબંધ છે. આ કલમ ભારતીય યૂઝર્સને અપાયેલી પ્રાઈવસી પોલીસી નથી. ભારતીય યુઝર્સ WhatsAppના ખૂબ સારા યુઝરબેસનો એક ભાગ છે.”

એડિશનલ સોલિસિટર જનરલે ભારતીય યુઝર્સ માટે ‘પોલીસીમાં થયેલા એકપક્ષીય ફેરફારો’ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. યુઝર્સને આ પોલીસી અપનાવવાનો વિકલ્પ આપવામાં આવ્યો નથી. શર્માએ કહ્યું કે, “WhatsAppએ યુઝર્સને દબાણ કરવા માટે તેના સામાજિક મહત્વનો ઉપયોગ કર્યો.”

WhatsAppના કાયદાકીય પ્રતિનિધિ વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દાવો કર્યો છે કે, આ ‘ભ્રામક માહિતી’ છે અને ટૂંક સમયમાં જ એપ આના પર સ્પષ્ટતા કરશે.

જસ્ટિસ સંજીવ સચદેવાએ હવે સુનાવણી 1 માર્ચ સુધી મોકૂફ રાખી છે. ન્યાયાધીશે નિર્ણય પર પહોંચવા માટે સરકારને સમય આપ્યો છે. અગાઉ કોર્ટે કહ્યું હતું કે ‘પોલીસીએ એવી વસ્તુ નથી કે જે તમને એપ ડાઉનલોડ કરવાનું ફરજિયાત બનાવે છે.’

આ અરજી એડવોકેટ ચૈતન્ય રોહિલા દ્વારા કરવામાં આવી હતી. રોહિલાએ પિટિશનમાં કહ્યું છે કે, એપની પ્રાઈવસી પોલીસી લોકોની પ્રાઈવસીના અધિકાર પર હુમલો કર્યો છે. તેઓએ આ અપડેટ પર રોકવાની માંગ કરી હતી. અરજદારે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયને માર્ગદર્શિકા બનાવવા માટે પણ કહ્યું છે, જેથી વોટ્સએપ યુઝર્સ થર્ડ પાર્ટી અથવા ફેસબુક સાથે ડેટા શેર કરી શકતા ન હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap