WhatsApp પર મેસેજની સાથે-સાથે પૈસા મોકલી શકાશે. બુધવારથી આ સેવા શરૂ થઈ ગઈ છે. હાલ દેશભરમાં લગભગ 2 કરોડ લોકો માટે WhatsApp Payments ફીચર ઉપલબ્ધ છે. WhatsAppએ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ), એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંકના સહયોગથી આ સેવા શરૂ કરી છે. WhatsAppના પેમેન્ટ્સ ફીચર નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશનઓફ ઈન્ડિયા (NPCI)ના યૂનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI)સિસ્ટમ પર આધારિત છે. NPCIએ ગયા મહિને પેમેન્ટ સેવાઓ શરૂ કરવા માટે WhatsAppને મંજૂરી આપી હતી. WhatsAppની આ સુવિધા દ્વારા લોકો ચુકવણી કરી શકશે, પૈસા ટ્રાન્સફર કરી શકશે. દેશભરમાં WhatsAppના 40 કરોડ યુઝર્સ છે.
આ રીતે બનાવો WhatsApp Pay એકાઉન્ટ
•WhatsAppની સ્ક્રીન પર ડાબી બાજુ ઉપર આપેલા ત્રણ ડોટને ટચ કરો.
•ત્યાં Paymentનો વિકલ્પ આવશે, તેની પર જાઓ અને પછી Add Payment Method પર ક્લિક કરો.
•જ્યાં તમારું એકાઉન્ટ છે તે બેંકને પસંદ કરો.
•વેરિફિકેશન માટે, એસએમએસ દ્વારા વેરિફાઈના વિકલ્પને પસંદ કરો.
•ત્યાર બાદ બેંક ખાતા સાથે સંકળાયેલા મોબાઇલ નંબર પર એક કોડ આવશે, તેને ભરો અને પછી તમારૂ વેરિફિકેશન પૂર્ણ થઈ થશે. ધ્યાનમાં રાખો કે WhatsApp નંબર અને બેંક એકાઉન્ટ સાથે જોડાયેલ નંબર એક સમાન હોવા જોઈએ.
•વેરિફિકેશન બાદ યુપીઆઈ પિન જનરેટ કરો. આ માટે તમારે ઇચ્છિત નંબર ભરવો પડશે અને તેને ફરીથી ભરવો પડશે અને તેને કન્ફર્મ કરવો પડશે.
પેમેન્ટ એકાઉન્ટ બનાવ્યા બાદ, આ રીતે લેવડ-દેવડ કરો
•તમે જે વ્યક્તિને પૈસા મોકલવા માંગો છો તેનું ચેટ ખોલો.
•મેસેજ બોક્સમાં અટેચમેન્ટના નિશાનને ટચ કરો.
•ત્યાર બાદ પેમેન્ટ પર ટેપ કરો અને તમે જેટીલ રકમ મોકલવા માંગો છો તે રકમ ભરો.
•ત્યા બાદ યુપીઆઈ પિન માંગવા તે પર ભરો.
•પેમેન્ટ થયા બાદ કન્ફોર્મેશન મેસેજ આવી જશે.
SBIના સૌથી વધુ UPI યૂઝર્સ
હાલમાં SBIપાસે દેશભરમાં 12 કરોડ UPI યૂઝર્સ છે, જે દેશભરમાં UPI સિસ્ટમનો 28 ટકા છે. UPI વ્યવહારો ઝડપથી વધી રહ્યા છે. એનપીસીઆઇના તાજેતરના આંકડા મુજબ, ત્યાં 221 કરોડ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયા છે, જે ઓક્ટોબરમાં 207 કરોડ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરતા 6.7 ટકા વધારે છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં, 180 કરોડ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયા હતા.
