WhatsAppએ નવી પ્રાઈવસી પોલીસી લાગુ કરવા માટેની તારીખ લંબાવી,જાણો સમગ્ર મામલો શું છે ?

WhatsApp પોતાની નવી પ્રાઈવસી પોલીસી અમલની તારીખ ત્રણ મહિના વધારવાની જાહેરાત કરી છે. નવી પ્રાઈવસી પોલીસીને પહેલા 9 ફેબ્રુઆરીએ અમલી થવાની હતી. પરંતુ હવે તેમની તારીખ મે સુધી લંબાવી દેવામાં આવી છે.

પરંતુ આના પર લોકો મોટી સંખ્યામાં કંફ્યુજનમાં હતા. ઓનલાઇન સોશિયલ મીડિયા યુઝર્સે નવી પોલીસીનો સખત વિરોધ કરી રહ્યા હતા. ઘણા લોકોએ WhatsAppના વિકલ્પ તરીકે સિગ્નલ, ટેલિગ્રામ જેવા અન્ય ચેટિંગ પ્લેટફોર્મ અપનાવવાનું શરૂ કર્યું છે.

આ અંગે માહિતી આપતી વખતે WhatsAppએ કહ્યું કે,”અમે તે તમામ લોકોનો આભાર માનીએ છે જેમણે તેમનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો. અમે યુઝર્સ સાથે સીધી વાત કરીને કોઈપણ પ્રકારની કંફ્યુજન દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. 8 ફેબ્રુઆરીએ કોઈપણ એકાઉન્ટને સસ્પેન્ડ અથવા ડિલીટ નહીં થયા. અમે અમારી વ્યવસાયિક યોજનાઓ મે સુધી સ્થગિત કરી રહ્યા છીએ.”

WhatsAppએ વધુમાં કહ્યું કે, “અમે ખાતરી કરીશું કે યુઝર્સને શરતો સમજવા અને ચકાસવા માટે ઘણો સમય છે. ત્યાર બાદ અમને જણાવો કે, અમે ક્યારેય કોઈ પણ એકાઉન્ટને ડિલીટ કરવાની યોજના બનાવી નહતી અને ભવિષ્યમાં પણ આવું કરીશું નહીં.”

સમગ્ર મામલો શું છે ?

જણાવી દઈએ કે, 5 જાન્યુઆરીએ WhatsAppએ તેની પ્રાઈવસી પોલીસીમાં ફેરફાર કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ કરોડો યુઝર્સે એપ્લિકેશન પર એક નોટિફિકેશન શો થઈ રહી છે, જેમાં પ્રાઈવસી પોલીસી એક્સેપ્ટ કરવાનું કહેવામાં આવી રહ્યું છે.

WhatsAppની અપડેટ પોલીસીમાં તમે કંપનીને જે લાઇસન્સ આપી રહ્યાં છો તેમાં કેટલીક વાતો લખેલી છે. તે જણાવે છે કે અમારી સેવાઓનું સંચાલન કરવા માટે, તમે વિશ્વવ્યાપી WhatsApp પર કન્ટેન્ટ તમે અપલોડ,સબમિટ,સ્ટોર,સેન્ડ તથા રિસીવ કરે છે, તેને યુઝ,રિપ્રોડ્યુસ,ડિસ્ટ્રીબ્યુટ અને ડિસ્પ્લે કરવા માટે દુનિયાભરમાં નોન-એક્સક્લૂસિવ,રોયલ્ટી ફ્રી,સબ્લિસેન્સેબલ અને ટ્રાન્સફરેબલ લાઈસેન્સ આપે છે.સાથે લખ્યું છે કે,આ લાઈસેન્સમાં તમારા દ્વારા આપવામાં આવેસા અધિકાર અમારી સેવાઓનું સંચાલન અને ઉપલબ્ધ કરવાના મર્યાદિત હેતુ માટે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap