WhatsApp લાવ્યું નવું ફીચર્સ, હવે વેબ પર લોગ ઈન કરવું રહેશે વધુ સુરક્ષિત

WhatsApp વેબ અને ડેસ્કટોપ માટે વધુ સુરક્ષા ફીચર્સની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે,આનાથી યુઝરને પોતાના એકાઉન્ટને કમ્પ્યુટર સાથે લિંક કરવા પર વધુ સુરક્ષા મળશે. WhatsApp પર હવે યુઝરે મોબાઈલ ફોન ઓપરેટિંગ સિસ્ટમને વેબ વર્ઝનથી લિંક કરવા માટે ફેસ અથવા ફિંગરપ્રિન્ટ અનલોકનો ઉપયોગ કરવો પડશે. WhatsAppએ કહ્યું કે, પોતાનું એકાઉન્ટ સાથે WhatsApp વેબ અથવા ડેસ્કટોપને લિંક કરવા માટે હવે યુઝરને ક્યૂઆર કોડ સ્કેન કરતા પહેલા ફેસ અથવા ફિંગરપ્રિન્ટ અનલોકનો ઉપયોગ કરવા કહેવામાં આવશે. હાલમાં, યુઝર્સને તેમના WhatsApp એકાઉન્ટને લેપટોપ અથવા પીસી સાથે કનેક્ટ કરવા માટે ફક્ત ક્યૂઆર કોડને સ્કેન કરવાની જરૂર છે.

કંપનીના જણાવ્યા અનુસાર, આ નવી સુરક્ષા ફીચર્સની મદદથી, ઘરના કોઈ પણ સભ્ય અથવા ઓફિસના લોકો દ્વારા યુઝર્સની માહિતી વિના ડિવાઈસને લિંક કરવાની શક્યતા ખૂબ ઓછી થઈ જશે. હાલમાં WhatsApp વેબ અથવા ડેસ્કટોપ લોગ ઇન હોય ત્યારે WhatsApp પોપ-અપ નોટિફિકેશનથી યુઝર્સને નોટિફાઈ કરે છે, પરંતુ નવી ફીચર્સમાં વધુ સુરક્ષા ઉમેરવામાં આવે છે. યુઝર્સ પાસે હંમેશાં કોઈપણ સમયે તેમના ફોનથી ડિવાઇસીસને અનલિંક કરવાની ક્ષમતા હોય છે.

WhatsAppએ એમ પણ કહ્યું છે કે, તમારા ડિવાઇસ પર પ્રાઈવસી બચાવતી વખતે ફેસ અને ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન કરવામાં આવશે. WhatsApp તમારા ડિવાઇસની ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા સંગ્રહિત બાયમેટ્રિક ઈન્ફોર્મેશનને એક્સેસ કરી શકશે નહીં. કંપનીના જણાવ્યા અનુસાર, નવી સિક્યુરિટી ફીચર્સ સાથે, ફોન, WhatsApp વેબ પેજ પર વિઝ્યુઅલ રિડિઝાઇન સાથે આવવાનું શરૂ કરશે, જે આવતા અઠવાડિયામાં યુઝર્સ માટે ઉપલબ્ધ થશે.

WhatsApp વેબ પ્લેટફોર્મ માટે વીડિયો અને ઓડિઓ કોલિંગ ફીચર્સ પર પણ કામ કરી રહ્યું છે. અત્યારે આ સુવિધા બીટા ટેસ્ટિંગમાં જોવા મળી છે, પરંતુ તે હજી બધા યુઝર્સ માટે શરૂ થવાની બાકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap