વર્ષ 2021માં ગુજરાતમાં આટલી ઘટનાઓ બનશે, જાણો કઈ કઈ છે ખાસ

સંજય વાઘેલા,કોર્પોરેશનની ચૂંટણી: ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત ચૂંટણીના પડઘમથી થાય તો નવાઇ નહીં. કેમ કે રાજ્યમાં અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સુરત, વડોદરા, જામનગર વગેરે મહાનગર પાલિકાની સાથે નગર પાલિકાઓની ચૂંટણી પણ યોજાશે. રાજકીય દ્રષ્ટીકોણથી જોઇએ તો દરેક રાજકીય પાર્ટી માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સૌથી મહત્વની હોય છે.

વસ્તી ગણતરીની શરૂઆત ગુજરાતથી થશે

વસ્તી ગણતરીની શરૂઆત ગુજરાતથી થવાનો છે. વર્ષના મધ્યાંતરથી જ ગુજરાતમાં વસ્તી ગણતરીનો પ્રારંભ થશે. આ વખતે તમામ માહિતી એકત્ર કરવા માટે ખાસ મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે. આ વસ્તી ગણતરી દરમિયાન નવા કાયદા NRC પ્રમાણે પણ ગણતરી અને માહિતી એકત્રિત કરવામાં આવી શકે છે. આ સૌથી મોટા સરકારી કામમાં સરકારના એક લાખ 31 હજારથી વધુ કર્મચારીઓ પણ જોડાશે.

ભરતી પ્રક્રિયા હાથ ધરાશે

વર્ષ 2020માં કોરોના મહામારીને કારણે ભરતી કેલેન્ડર ખોરવાઇ ગયું છે. રાજ્યના લાખો યુવાનો રોજગારીની તક માટે તૈયારીઓ કરી રહ્યાં છે. ત્યારે એક આખું વર્ષ ભરતી પ્રક્રિયા બંધ રહ્યાં બાદ હવે 2021માં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. યુવાનોને આશા છે કે આ વર્ષે મોટાપાયે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.

મંત્રીમંડળમાં ફેરફાર
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ભલે 2022માં યોજાનાર હોય પરંતુ તેની હલચલ થવાનો અનુભવ 2021થી જ થઇ જશે. સત્તાધારી પક્ષ ભાજપ ચૂંટણીને ધ્યાને રાખી પોતાના મંત્રીમડળમાં ધરખમ ફેરફાર કરે તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે.

ભાજપના સંગઠનમાં ફેરફાર
છેલ્લા ઘણા સમયથી ગુજરાત ભાજપના સંગઠનમાં ફેરફાર થવાનો હતો પરંતુ કોરોના મહામારી અને અન્ય કેટલીક ઇવેન્ટ્સને કારણે અવરોધ આવી રહ્યાં હતા. હાલમાં નવા પ્રદેશ પ્રમુખ અને શહેર પ્રમુખોની નિમણૂકો કરવામાં આવી પરંતુ હાઇકમાન્ડ લેવલે હજુ પણ ઘણા ફેરફાર થશે. 2022ની ચૂંટણીને ધ્યાને રાખી આગામી 15 જાન્યુઆરી પછી નવું સંગઠન જાહેર થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. આ પ્રક્રિયાના ભાગરૂપે ગુજરાતમાં ભાજપના પેઝ પ્રમુખોની નિમણૂકો કરવામાં આવી રહી છે.

મેટ્રોપ્રોજેક્ટ

અમદાવાદને મેટ્રો સિટીનો દરજ્જો અપાવનારો સૌથી મહત્વનો પ્રોજેક્ટ મેટ્રોપ્રોજેક્ટ કોરોના મહામારીને કારણે અટવાઇને પડ્યો છે. આશા છે કે 2021માં ફરી આ પ્રોજેક્ટ પૂરપાટ ઝડપે શરૂ થશે અને સમગ્ર અમદાવાદમાં મેટ્રોની લાઇન નંખાઇ જશે.

ગુજરાત કોંગ્રેસ

ગુજરાતમાં કોંગ્રેસ માટે છેલ્લા ઘણા સમયથી પોતાનું સંગઠન મજબૂત કરવા માટે મથી રહ્યું છે પરંતુ એક પછી એક ચૂંટણીમાં પરાજય મળતાં એ કામ થઇ શક્યું નથી. 2021માં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા બદલાઇ તેવી શક્યતાઓ છે. રાજકીય તજજ્ઞોનું કહેવું છે કે જો 2021માં સારો દેખાવ કરવો હોય તો કોંગ્રેસે અત્યારથી જ કમર કસવી પડશે. એટલું જ નહીં હાર્દિક પટેલનું કોંગ્રેસમાં સ્થાન નક્કી કરવાનો સમય 2021 જ હોઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap