આજથી શરૂ થતું 2021 વર્ષ અંકશાસ્ત્ર મુજબ કેવું રહેશે, જાણો

તે અંગે જણાવતા જયોતિષી આશિષ રાવલ ના જણાવ્યા અનુસાર આજૈ શુક્રવાર હોવાથી વારંક 6 ગણવામાં આવે છે અને વર્ષ-આંક 2021={2+0+2+1}=5
જેમાં અંક
અંક 1= સૂર્ય
2=ચંદ્ર
5=બુધ
6=શુક્ર
ગણવામાં આવે છે માટે અગામી

વર્ષ માં સૂર્ય,ચંદ્ર,બુધ,શુક્ર ગ્રહ નો પ્રભાવ બની રહેશે પરંતુ બુધ ગ્રહ નો પ્રભાવ વિશેષ વધારે રહેશે.જેમાં અંક 2 બે વખત રીપીટ થાય છે માટે અંક=2 એટલે ચંદ્ર

ચંદ્ર એટલે પાણી,દૂધ,છાશ,સોડા,પેટ્રોલ,કેમિકલ,સેનેટરાઈઝ,વેકસીન વીગેરે વર્ષ-આંક 5 થવાથી બુધ થવાથી વ્યવસાયમાં વેપારીકરણ વધે.કોમ્યુનિકેશન ને લગતા વ્યવહારોમાં વધારો થાય.તમામશ્રેત્રે યુવા વર્ગ દરેક કાર્યો માટે આગળ આવતો જણાય.

Online paid સર્વિસમાં વધારો થાય. મહિલા માટે વર્ષ યાદગાર બની રહે. યુવા બહેનો દરેક ક્ષેત્રે પોતાનો વચસ્વ જમાવે. વર્ષોંક 5 ઉપર અનેકવિધ બાબતો જણાવેલ જેવીકે પંચાગ,પંચ મહાભૂત,પાંચ જ્ઞાનેન્દ્રિય,પાંચ કર્મેન્દ્રિય,પાંચ આંગળી ધીમાં,પંચદ્રવ્ય,પંચ રત્ન,પારકી પંચાય,પાંચ મહાવિદ્યા,પાંચ વર્ષના શાસનકાળ,જાપના પાંચ પ્રકાર,પંજાબ,પાંચ અવસ્થા,પંચ પરમેશ્વર,પાંચ વસ્ત્રો,પરવલય, કૃષ્ણ ભગવાનનો પંચજન્ય શંખ,પંચવટી,પંચપાત્ર,પાંચ પાંડવ,પંચ પ્રાણ,પંચ તત્રની વાર્તાઓ,પંચધાતુ,પતિ પરમેશ્વર,પંચમહાભૂત,પીળા પોપટની પાંચ વાતો,પાંચકુવા વિસ્તાર,પંચ કુબેરેશ્વર,પંચદેવ,પાંચ સંપ્રદાય,પાંચ પીર,પાંચ ગોપાલ વીગેરે બાબતોમાં વિશેષ પ્રભુત્વ બની રહે. તથા વર્ષાક 5(બુધ) થવાથી તેના આધારીત રોગો થવાની સંભાવના જણાવેલ જેમકે ચામડીના,ત્વચાના,નર્વ સિસ્ટમના,પાર્કિનસન્સ,નુરોલોજિકલ રોગો વિશેષ થવાની સંભવના રહેલી છે. આ ઉપરાંત ફેફસાં,બ્રેસ્ટ કેન્સર કે આંતરડાની તકલીફો વધી શકે છે. વાઈબ્રેશન્સ પોઝિટીવ કરતાં નેગેટિવ વધારે જણાય છે.

તથા આગામી વર્ષ યાદગાર બની રહે. કવિ,લેખકો,વિવેચકો માટે આગામી વર્ષ આર્થિક ઉન્નતી કારક બની રહે ?

માર્કેટમાં મંદી,માનસિક ભય,ચિંતા,ઉદ્ગવેગ,બેકારી જેવી સમસ્યાઓ વધી શકે. નવી-નવી મહામારીનો ભય એ માનવજીવનમાં નવા પડકાર છે,તો અગાઉના ઘણા પ્રશ્નોનું નિરાકરણ નજીકમાં છે જે આપણી ઉપલબ્ધી છે.

([email protected])

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap