ભારતના ડ્રગ રેગ્યુલેટરે આજે દેશમાં કોરોના વાયરસની વેક્સિન Covishield અને Covaxinને દેશમાં ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દેવામાં આવી છે. લોકોને આ બે વેક્સિનના બે-બે ડોઝ આપવામાં આવશે.
કોવિશિલ્ડ(Covishield) વિશે વાત કરીએ તો પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII)એ આ માટે વૈશ્વિક ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે ભાગીદારી કરી છે. સાથે ભારત બાયોટેકએ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના સહયોગથી તેની વેક્સિન Covaxin વિકસાવવામાં આવી છે.
આ વેક્સિનની કિંમત કેટલી હશે ?
હાલમાં એક મીડિયા સાથેના ઈન્ટરવ્યુમાં SIIના CEO આદર પૂનાવાલાએ જણાવ્યું હતું કે,કોવિશિલ્ડની બે કિંમતો નક્કી કરવામાં આવી છે. એક ભારત સરકાર માટે અને બીજી પ્રાઈવટ સેક્ટર માટે. તેમણે કહ્યું કે, ‘ભારત સરકાર માટે કિંમત 3 ડોલર પ્રતિ ડોઝ એટલે કે 6 ડોલર (આશરે 440 રૂપિયા) પ્રતિ વ્યક્તિ હશે, પરંતુ પ્રાઈવટ સેક્ટર માટે લગભગ 700-800 રૂપિયા હશે.’
એક ન્યૂઝ રિપોર્ટ અનુસાર, Covaxinની કિંમતને લઈને ભારત બાયોટેકના એમડી ક્રિષ્ણા એલ્લએ તાજેતરમાં એક કોન્ફરન્સમાં કહ્યું હતું કે, આ વેક્સિનની કિંમત પાણીને બોટલ કરતા પણ ઓછી હશે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, Covaxinની કિંમત 100 રૂપિયાથી ઓછી હોઈ શકે છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષ વર્ધનને શનિવારે કહ્યું હતું કે,ભારતમાં કોરોનાનું રસીકરણના પ્રથમ ફેઝમાં 1 કરોડ હોલ્થકેયર અને 2 કરોડ ફ્રન્ટલાઈન વર્કસને સૌથી વધુ પ્રાધાન્યતા વિના મૂલ્યે લેક્સિન આપવામાં આવશે. આ સિવાય તેમણે કહ્યું હતું કે, 27 કરોડ લાભાર્થીઓને તેની વેક્સિન કેવી રીતે આપવામાં આવશે, તેની વિગતો નક્કી કરવામાં આવી રહ્યું છે.
SIIએ Covishieldના લગભગ 50 મિલિયન ડોઝનો સ્ટોક કરવામાં આવ્યો છે અને આગામી વર્ષે માર્ચ સુધીમાં દર મહિને 100 મિલિયન ડોઝનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે.
Covaxin વિશે વાત કરીએ તો આ વેક્સિનના 10 મિલિયન ડોઝ ભારતીય બજાર માટે પહેલેથી તૈયાર કરવામાં આવ્યા છે.
અમેરિકા સ્થિત ડ્યૂક યુનિવર્સિટી ગ્લોબલ હેલ્થ ઇનોવેશન સેન્ટર અનુસાર, ભારતે પહેલાથી જ ઘણા સપ્લાયર્સ પાસેથી 1.6 બિલિયન ડોઝ રિઝર્વ કરી ચુક્યા છે.
આમાં ભારતે કોવિશિલ્ડના 500 મિલિયન ડોઝ અને રશિયાની સ્પુતનિક વી વેક્સિનના 100 મિલિયન ડોઝને રિઝર્વ રાખ્યા છે. આ સિવાય તેણે Novavax સાથે 1 બિલિયન ડોઝ માટે પણ ડીલ કરી છે.
