ડૉ. યોગેશ ગુપ્તા: કોવિડ રોગચાળો તેની રાક્ષસી યોજનાઓ સાથે આગળ વધી રહ્યો છે, સરકાર અને નિષ્ણાતો હાલ આ મહામારીને કારણે જે સ્થિતિ ઉભી થઇ છે તેને નિવારવા માટે યોજનાઓ લઈને આવી રહ્યા છે. હોસ્પિટલોમાં કોવિડ પોઝિટિવ દર્દીઓનો ધસારો ઓછો કરવા માટે અને જેને જરૂરીયાત છે એવા દર્દીઓને હોસ્પિટલના પલંગનો અભાવ ન થાય એવા હેતુ થી સરકારે વિવિધ દર્દીઓ માટે હોમકોરોનટાઇન થવાની છૂટ આપી છે.
હવે તમને પ્રશ્ન થશે કે હોમકોરોનટાઇન કોણ થઇ શકે ? કોને હોમકોરોનટાઈનમાં રહેવાની છૂટ છે ?
સ્પષ્ટ રૂપે આ ફક્ત ત્યારે જ માન્ય છે જેના ઘરમાં એક બેડરૂમમાં બાથરૂમ સાથે એક્સ્ટ્રા હોય. નહીં તો ગમે તેટલી ઉંમર, અથવા તો ગમે તેટલો સામાન્ય રોગ હોય બધાને સરકારી સુવિધામાં રહેવું પડશે.
કોઈપણ દર્દી કે જેને હળવા લક્ષણો હોય અને ડાયાબિટીઝ, હૃદય, કિડની, યકૃત અથવા મગજની બિમારી જેવા ગંભીર રોગ ન હોય, તે આ વિકલ્પ લઈ શકે છે. પરંતુ, આ બધા ઉપરાંત 60 વર્ષથી ઉપરનાં લોકોએ જો હળવા સિમ્પટમ્સ હોય તો પણ હોસ્પિટલમાં સારવાર માટે જવું જોઈએ.
હવે મહત્વની વાત કે જો હું હોમકોરોનટાઇન હોવું તો શું કાળજી લેવી જોઈએ?
- આગામી14 દિવસો માટે પોતાની જાતને બધા જ સંપર્કોથી અળગા કરી દેવા પડે
- જે કોઈ પણ હોમકોરોનટાઇન હોય તેમણે જે રૂમમાં રહેતા હોય ફક્ત તે રૂમમાં જ ખાવું, કપડાં, વાસણો પણ અલગ રાખી એજ રૂમમાં રહેવું જોઈએ.
- તમામ નિકાલજોગ કચરો અને બીજો કચરો બાયોડિસ્પોઝેબલ બેગમાં દરરોજ ભરવો જોઇએ અને નિમણુક કરેલી સરકારી એજન્સીઓને સોંપવો જોઈએ. અમદાવાદમાં જો તમે રહેતા હોવ તો સહાયતા માટે 104ને ફોન કરી માર્ગદર્શન મેળવી શકો છો.
- ખાસ ધ્યાન રાખવું કે તમે જે ખોરાક લો એ તંદુરસ્ત ખોરાક હોવો જોઈએ. પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું, ફળો, લીલા શાકભાજી આ સમય ગાળા દરમિયાન ખાવા આવશ્યક છે. મહેરબાની કરી આ સમયગાળા માં જંક ફૂડથી દૂર રહેવું. શક્ય હોય તો થોડું થોડું વારંવાર ખાતા રહેવું.
- દૈનિક શ્વાસ લેવાની કસરત અને એવા યોગ કરવા જે ફેફસાને મજબૂત બનાવવા માં મદદ કરે.
- પૂરતી માત્રામાં ઊંઘ ખુબ જ આવશ્યક છે.
દરેક દર્દીએ ખાનગી અથવા સરકારી સંભાળ સુવિધા પસંદ કરવી જોઈએ. દવા અને પરીક્ષણ વિશે ડેટા શેર કરવા અને માર્ગદર્શન આપવા માટે જે પણ ખર્ચ થાય તે તૈયારી સાથે હંમેશાં તમારા ડૉકટરના સંપર્કમાં રહેવું
દરેક દર્દીએ પલ્સ, બીપી, તાપમાન અને ઓક્સિજન લેવલ માપતા રહેવું જોઈએ, દરરોજ ઓછામાં ઓછું 4-5 વખત આ બધું જ માપવું અને દરરોજ આ અંગે તમારા ડૉકટર સાથે વાત કરવી.
જો કોઈ પણ ક્ષણે સ્થિતિ બગડતી લાગે કે પછી તબિયતમાં કોઈ ગરબડ દેખાય તો તરત ડૉક્ટરની સલાહ પ્રમાણે યોગ્ય હોસ્પિટલમાં દાખલ થઇ જવું. આમ કરવામાં પળ વારનો વિલંબ ન કરવો કે પછી કોઈ ખચકાટ ન અનુભવવો.
હોમ કોરોનટાઇન દરમિયાન કેટલાક રિપોર્ટ સતત કરાવતા રહેવા જોઈએ જેથી સ્થિતિનો ખ્યાલ આવે અને યોગ્ય સારવાર થઇ શકે. CBC, CRP, SGPT, FERRITIN, D DIMER અને RBS જેવા લોહીના રિપોર્ટ લક્ષણો દેખાયાના પહેલા કેટલાક દિવસોમાં કરાવવા આવશ્યક છે. આ તમારા ડૉક્ટર આ રિપોર્ટનું પુનરાવર્તન કરવાનું કહે તો તે પણ ચોક્કસ કરાવવું જોઈએ. સીટી સ્કેન થોરેક્સ એ આ રોગ માં ખૂબ મહત્વની તપાસ છે, જે તમારા ડોક્ટરની સલાહ મુજબ કરાવવું જોઈએ.
ખાનગી લેબ્સ અને વિવિધ ફાર્મસી કંપનીઓપણ દર્દીને તપાસી યોગ્ય સારવાર અને દવા તમારા ઘર સુધી પહોંચાડી શકે છે.
આ રોગચાળો એ રોગપ્રતિકારક શક્તિ અને માનવતાની કસોટી છે. અમે હજી પણ રોગપ્રતિકારક શક્તિ માટે લડાઈ લડી રહ્યા છીએ પરંતુ મને ખાતરી છે કે આપણે આ લડાઈ માનવતાની સાથે જીતી જઈશું.
તમે કોરોનાકાળમાં જ્યાં પણ નજર નાખશો ત્યાં કોરોના વોરિયર્સ કોઈ પણ જાતના ફાયદા,નફાની આશા રાખ્યા વિના ડોકટરો, સ્ટાફ, વોર્ડ બોયઝ, લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટ્સ, હોમ સર્વેલન્સ ટીમો, સરકારી અધિકારીઓ અને વિવિધ એનજીઓનાં દિવસ-રાત કામ કરી રહ્યા છે, આ બધું એમની મહેનત અને સેવાના પરિણામો છે કે આજે આપનો સર્વાઇવલ રેશિયો દુનિયામાં સૌથી ઊંચો છે, એમના આ માનવતાની મહેક ફેલાવતા કાર્ય માટે સલામ કરવી જ પડે.
કહેવાય છે કે આ રોગચાળાએ આખા વિશ્વને ઘૂંટણિયે પાડી દીધું છે પણ જો સકારાત્મક નજરે જુઓ તો આ રોગચાળાએ તમને મને અને આખા વિશ્વને કુટુંબ, સમાજ, રાષ્ટ્ર અને માનવતાની કિંમતનું ભાન કરાવ્યું છે.
લેખક : ડૉ. યોગેશ ગુપ્તા
MD PHYSICIAN
ફોન : 99250-06256
ઈમેલ : [email protected]

Very Informative Article!