સંજય વાઘેલા,રાજકોટ: કોરોનાએ દિવાળી બાદ ગુજરાતમાં ફરી એર વાર ભરડો લીધો છે. રાજ્ય સરકાર દ્વારા તકેદારીના પગલા લઈને ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુની જાહેરા કરી છે અને લોકોને કોરોનાને લઈને તમામ નિયમોનું પાલન કરવાનો આગ્રહ કર્યો છે. રાજ્યમાં પાછલા 24 કલાકમાં 1487 નવા કેસ નોંધાયા છે જ્યારે 17 દર્દીના મૃત્યુ થયા છે અને સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે.
સૌરાષ્ટ્રમાં કોરોનાની સ્થિતી જોઈએ રાજકોટમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. શહેરમાં 15,447 કેસ નોંધાય છે અને 13,935 આ વાયરસથી મુક્ત થયા છે અને રિકવરી રેટ 90.21 ટકા છે. ત્યારે સૌરાષ્ટ્રની અન્ય જિલ્લાઓની સ્થિતી જોઈએ તો, ભાવનગરમાં કુલ 5065 કેસ નોંધાયા છે અને 4,902 લોકો રિકવર થાયા છે તેનો રિકવરી રેટ 96.78 છે.
પોરબંદરમાં કુલ 611 સામે આવ્યા છે અને 590 લોકો સાજા થાયા છે ત્યાનો રિકવરી રેટ 96.56 ટાક છે. જામનગરમાં કુલ કેસ 8,953 નોંધાયા છે અને 8571 લોકો રિકવર થયા છે.રિકવરી રેટ 95.73 ટકા છે. દેવભૂમિ દ્વારકામાં કુલ 879કેસ નોંધાય છે અન 820 લોકો સાજા થયા છે, રિકવરી રેટ 93.28ટકા છે. જૂનાગઢ જિલ્લામાં કુલ 4,116કેસ નોંધાય છે. 3839 લોકો સાજા થયા છે. રિકવર રેટ 93.27 ટકા છે. ગીર સોમનાથમાં કોરોનાના કુલ 2,012 કેસ નોંધાય છે અને 1847 લોકો રિકવર થયા છે. અને રિકવરી રેટ 91.79 ટકા છે. કચ્છમાં કુલ 3,113 કેસ નોંધાયા છે અને 2,837 લોકો સાજા થયા છે અને ત્યાનો રિકવરી રેટ 91.13 ટકા છે.
મોરબી જિલ્લાની વાત કરીએ કુલ 2,496 કેસ નોંધાયા છે અને 2,248 લોકો સાજા થઈને ઘરે પરત ફર્યા છે. ત્યાનો રિકવરી રેટ 90.06 ટકા છે. સુરેન્દ્રનગરમાં કુલ કેસ 2,811 નોંધાયા છે અને 2,448 લોકો રિકવર થયા છે.રિકવરી રેટ 87.08 ટકા છે. બોટાદ જિલ્લામાં કુલ 900 કેસ નોંધાયા છે અને 766 લોકો સાજા થયા છે. રિકવરી રેટ 85.11 ટકા છે. અમરેલી કોરોના કુલ 3,148 કેસ નોંધાય છે અને 2,642 લોકો સાજા થયા છે. ત્યાનો રિકવરી રેટ 83.92 ટકા નોંધાયો છે.
