શું છે ‘અશ્વગંધા’ જડીબુટ્ટી, તેના ફાયદા જાણીને હતપ્રત થઇ જશો !

હેલ્થઃ અશ્વગંધા એ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઇન્ફેલેમેટરી ગુણધર્મો ધરાવતી એક ઔષધિ છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં અને સોજો ઘટાડવામાં મદદ કરે છે. આ સાથે જ તે મેદસ્વીપણાથી પીડિત લોકો માટે પણ ફાયદાકારક છે. ચાલો આપણે જાણીએ કે જેઓ વજન ઘટાડવા માંગે છે તેમના માટે તે કેવી રીતે ઉપયોગી થાય છે.

અશ્વગંધા શું છે

તે એક નાનો સદાબહાર છોડ છે જે મોટાભાગે ભારત, આફ્રિકા અને મધ્ય પૂર્વમાં ઉગે છે. અશ્વગંધા મોટે ભાગે તણાવ અને ઘણી બધી મેડીકલ કન્ડિશન્સ જેવી કે ચિંતા, અનિદ્રા, સંધિવા, હતાશા વગેરેમાં રાહત માટે વપરાય છે. તેમાં ઘણાં ઔષધીય ગુણધર્મો છે અને તે શરીરમાંથી વધારાના વજનથી છૂટકારો મેળવવાનો પ્રયાસ કરી રહેલા લોકો માટે ઉત્તમ છે.

એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર

અશ્વગંધા એન્ટીઓકિસડન્ટોનો ખજાનો છે. જેને કારણે તે ઓક્સિડેટીવ તણાવ ઘટાડવામાં મદદ કરે છે. મેટાબોલિઝમ વધારીને શરીરમાં એકત્રિત થતી વધુ ચરબી ઓગાળવામાં પણ તે મદદગાર થાય છે. જેનાથી વજન ઘટાડવામાં મદદ કરે છે.

મસલ્સ માસ બનાવે છે

મસલ્સ માસ સ્નાયુઓનું નિર્માણ કે જેને શરીરને ગઠીલું બનાવવું પણ કહી શકાય. આનાથી ન માત્ર વજન ઘટાડવામાં જ મદદ મળે છે પરંતુ તેનાથી બીજા પણ હેલ્થ બેનીફિટ્સ થાય છે જેમ કે બ્લડ પ્રેશુંર નિયંત્રિત કરવું અને બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવું અને કોલેસ્ટ્રોલનું લેવલ મેનેજ કરવું.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે

સ્વસ્થ રોગપ્રતિકારક શક્તિ શરીરની રક્ષા કરવાની સાથે જ રોગોને દૂર રાખવામાં મદદ કરે છે. અશ્વગંધા ઇમ્યુનિટી વધારે છે અને ઝડપી અને અસરકારક રીતે વજન ઘટાડવામાં મદદ કરે છે.

સ્ટ્રેસ મેનેજમેન્ટ કરે છે

તણાવનું ઊંચું સ્તર વજનમાં વધારો કરવાની સાથે અને અન્ય ઘણી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓને જન્મ આપી શકે છે અને ઘણીવાર તમને ઓવરઈટિંગ કરવા માટે મજબુર કરી શકે છે. અશ્વગંધા તણાવ ઘટાડે છે, અને આ રીતે વજન ઘટાડવામાં મદદ કરે છે.

ઊંઘ માટે પ્રેરિત કરે છે

ઊંઘ સરખી ન આવવાથી પણ વજન વધી શકે છે અને તમે દિવસભર થાક અને ઓજાગરો અનુભવી શકો છો. અશ્વગંધામાં શાંતી આપવાવાળા ગુણધર્મો હોય છે જે ઊંઘમાં કંઈ અડચણ વગર સારી ઊંઘ મેળવવામાં મદદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap