ફરી સૌરવ ગાંગુલીની તબિયત બગડી, જાણો શું કહે છે તેમની કુંડળી

હાલમાં જાણીતા ક્રિકેટર અને અધ્યક્ષ સૌરવ ગાંગુલી વિષે ના સમાચાર સાંભળ્યા તેઓ ને બે વખત હૃદયનો હુમલો થયો છે. તો તેમની જન્મલગ્રની કુંડલી આધારીત જ્યોતિષ શાસ્ત્રના નિયમ પ્રમાણે ચાલો આપણે જાણીયે કે એમની કુંડળીના ગ્રહ ગોચર અંગે શું કહે છે.

તેમની મેષ લગ્નની કુંડળી (ચર લગ્ર)માં ચોથા સ્થાને મંગળ લગ્રેશ નીચસ્થ છે. દસમાં ભાવે ગોચરમાં સૂર્ય,બુધ,શુક્ર શનિ પસાર થવાથી તેની સાતમી દષ્ટિ પડવાથી દુષિત થાય છે. ચોથું સ્થાન હૃદયનું છે, જેથી આ તકલીફ આકસ્મિક થઈ !! ચોથાનો માલિક ચંદ્ર વૃષભ નો છે. જેના પરથી હાલ રાહુ ગોચર કરી રહ્યો છે. તો ચન્દ્ર કુંડળી વિચાર કરીયે તો ગોચરમાં રાહુ જન્મના શનિ પરથી અને શનિ જન્મના રાહુ પરથી પસાર થાય છે. આગળ વધતા આપડે ૬૪મું નવમાંશ જોઈએ તો કેતુ ૬૪માં નવમાંશ પરથી ગોચર કરી રહ્યો છે. તારા ચક્ર પ્રમાણે કેતુ વધ કોલમમાં આવે છે. જેથી મૃત્યુ તુલ્ય કષ્ટ આપી શકે.

ફરી સૌરવ ગાંગુલીની તબિયત બગડી, જાણો શું કહે છે તેમની કુંડળી

મહાદશા જોઈએ તો ગુરુની ચાલે છે, જે ભાગ્યેશ થઇ ભાગ્યમાં બેઠો છે તે ખુબ જ શુભ કહેવાય. પણ હાલમાં અસ્ત તેમજ નીચસ્ત હોતા બળ ગુમાવી બેઠો છે. વળી ગુરુના અંતરમાં રાહુ જે વિપત કોલમમાં આવે અને પ્રત્યંતર શનિની જે પ્રત્યરી કોલમમાં આવે છે. જેથી ખુબ જ કષ્ટ થયું. પણ ગુરુની મુખ્ય દશા તેમજ જન્મનો ગુરુ સારો હોવાથી ભાગ્યશાળી રહ્યાને બચ્યા. ગુરુમાં રાહુ એમની છેલ્લી ગુરુની દશા ૨૦૨૨માં સમાપ્ત થશે પછી શનિની મુખ્ય મહાદશામાં શનિની અંતર આવશે, જે એમની કારકિર્દી માટે થોડી મુશ્કેલી ભરી હશે.

હમણા તો આપડે તાજા સમાચાર પર ધ્યાન આપીયે તો હૃદય રોગના હુમલા થઈ સાવધાન રેહવું જોઈએને ગુરુ બળ નહીં મેળવે ત્યાં સુધી તકલીફ રહેશે. આગળ વૃષભના મંગળ પણ કસ્તદાયક રહેશે કેમકે જન્મના શનિ પરથી પસાર થશે. સૌરવ ગાંગુલીની કુંડળીમાં ચંદ્રથી આઠમા સ્થાને વક્રી ગુરૂ પડેલ છે. તેમજ ગુરૂની મહાદશા ચાલી રહી છે જે તેમને હૃદય રોગ આપી તકલીફ માં મૂકે છે.

લગ્ન કુંડળીમાં ચોથા હૃદયના સ્થાને મંગળ+કેતુની યુતિ કર્ક રાશિમાં હૃદયની શસ્ત્રક્રિયા આપે તેમાંય હાલમાં ગોચરનો શનિ અંશઆત્મક જન્મના મંગળ સામેથી પસાર થવા જઈ રહ્યો છે, જે મુશ્કેલી વધારે તેમ લાગે છે. ગુરૂની મહાદશા સારી ચાલી રહી છે, પરંતુ તેમાં રાહુનું અંતર 15/4/22 સુધી જોખમી કહી શકાય.

(એસ્ટ્રોલોજીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન સંસ્થાના કાયમી સદસ્ય પ્રતીક પંડિત)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap