કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ફંડ આપશે નવું એગ્રિકલ્ચર સેસ,જાણો નાણાંમંત્રીએ બેંકો પર શું કહ્યું ?

બજેચ 2021માં એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ (AIDC)ની જાહેરાત કરવામાં આવી હતી. 7 ફેબ્રુઆરીએ નાણાંમંત્રી નિર્મલા સીતારામણે આ સેસ વિશે વધુ માહિતી આપી હતી અને કહ્યું હતું કે, AIDCને કારણે કેન્દ્ર સરકાર પાસે એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રવૃત્તિઓ માટે ફંડિંગ માટે પૈસા રહેશે.

બજેટ 2021-22 પર મીડિયા સાથેની વાતચીત દરમિયાન નાણાંમંત્રી નિર્મલા સીતારામણે કહ્યું કે, AIDC પાસેથી એકત્રિત કરેલા નાણાં પાછા રાજ્યોમાં જશે.

નાણાંમંત્રી નિર્મલા સીતારામણે કહ્યું હતું કે,”અમુક અંશે કસ્ટમ ડ્યુટી ઘટાડ્યા બાદ AIDC લાવવામાં આવી છે. હવે કોઈ આયાતકારને જ્યારે સેસ ન હતો તેના કરતા ઓછા પૈસા ચૂકવવા પડશે. આ સેસને લીધે સરકાર પાસે કેટલાક પૈસા રહેશે, જેથી એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રવૃત્તિઓનું ફંડિંગ થઈ શકે. કારણ કે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાજ્ય કક્ષાએ બનાવવામાં આવશે, ત્યારબાદ એકત્રિત થયેલ નાણાં રાજ્યોમાં પાછા જશે.”

1 ફેબ્રુઆરીએ રજૂ કરાયેલ બજેટમાં નાણાંમંત્રીએ આલ્કોહોલિક બેવરેજેજ પર 100 ટકા AIDCની જાહેરાત કરી હતી.

નાણાંમંત્રી નિર્મલા સીતારામણે બેંકો પર શું કહ્યું ?

દેશની બેંકો વિશે ટિપ્પણી કરતાં નાણાંમંત્રીએ કહ્યું કે, “બેંકોએ પોતે હોલ્ડિંગ કંપની જેવું કંઈક બનાવવાની, બેંકની અસેટ ઘટાડવાની અને આવી કંપનીઓમાં મૂકવા સંમતિ આપી છે. મને ખુશી છે કે RBI પણ બેંકો સાથે કામ કરી રહી છે.”

નાણાંમંત્રીએ કહ્યું હતું કે, “ખરાબ અસેટ તથા ખરાબ અસેટને નિપટાવા બેંકો હજુ કરવાની સ્થિતિમાં નથી. બેંકોએ વધુ વ્યવસાયિક સમજ, વધુ ધિરાણ આવશ્યકતાઓ અને વ્યાવસાયિક નિર્ણય લેવાથી ચાલવું જોઈએ. બેન્કોએ હવે જોખમ-આકારણી મેનેજરોની નિમણૂક કરવાનું શરૂ કર્યું છે, હું તેની પ્રશંસા કરું છું.”

નાણાંમંત્રીએ કહ્યું કે, વિકસિત અર્થતંત્રો હજી પણ સંઘર્ષ કરી રહ્યાં છે ત્યારે ‘અમે તેને સહન કરવાનો રસ્તો શોધી કાઢ્યો છે.’ નાણાંમંત્રી નિર્મલા સીતારામણે કહ્યું, “આનો શ્રેય આપણા નાગરિકોને જાય છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap