દેશની રાજધાની દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદના મુરાદનગરમાં એક મોટો અકસ્માત સર્જાયો, સ્મશાનની છત તૂટી પડતાં 16 લોકોનાં મોત નીપજ્યાં. અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યા છે. અહીં બચાવ કામગીરી ચાલુ છે.
સ્મશાનની છત ધરાશાયી થતા લોકો લેન્ટર નીચે દટાયા ગયા છે. ગાઝિયાબાદ પોલીસ અને રેસ્ક્યુ ઓપરેશન ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કામગીરીમાં હાથ ધરવામાં આવી છે આજે સવારથી જ દિલ્હી એનસીઆરમાં વરસાદ પડી રહ્યો છે. મુર્દનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ઉખરાણી / બાંબા રોડ પર સ્મશાનગૃહ આવેલું છે. મુરાદનગરના સ્મશાનગૃહમાં કેટલાક લોકો એક વ્યક્તિના અંતિમ સંસ્કાર માટે આવ્યા હતા.
વરસાદને કારણે સ્મશાનગૃહની છત તૂટી પડતાં આ લોકો છત નીચે દટાયા હતા. ઘણા લોકો છતના કાટમાળમાં દબાઇ ગયા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને એનડીઆરએફની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
