વિરાટ કોહલીએ તોડ્યો સચિન તેંડુલકરનો રેકોર્ડ, બનાવ્યાં આટલા હજાર રન

ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી બુધવારે વન-ડેમાં સૌથી ઝડપી 12,000 રન બનાવનાર બેટ્સમેન બન્યા છે. કોહલીએ અહીં મનુકા ઓવલ મેદાન પર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી ત્રીજી અને છેલ્લી વન-ડે મેચમાં આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઘણા રન બનાવવા વિરાટે 242 ઇનિંગ્સ રમી હતી. સચિન તેંડુલકર કરતા 58 ઇનિંગ્સ ઓછા છે.

સચિન તેંડુલકરે 12,000 રન બનાવવા 300 ઇનિંગ્સ (309 મેચ) લીધી હતી. કોહલીની વન-ડેમાં સરેરાશ 60 છે. આ લિસ્ટમાં ત્રીજા ક્રમે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનું નામ છે. તેણે 314 ઇનિંગ્સ (323 મેચ)માં ઘણા રન બનાવ્યા હતા.

પોન્ટિંગ બાદ શ્રીલંકાના કુમાર સંગાકારા (6 336 ઇનિંગ્સ,359 મેચ), સનથ જયસૂર્યા (379 ઇનિંગ્સ, 390 મેચ), મહેલા જયવર્દને (399 ઇનિંગ્સ, 359 મેચ) આ લિસ્ટમાં સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap