ટ્રેક્ટર રેલીમાં હિંસા સરકારનું કાવતરું, ખેડૂત આંદોલન ચાલુ રાખવા બનાવી નવી રણનીતિ

સંયુક્ત કિસાન મોરચાના ખેડૂત નેતાઓએ મીડિયા સાથે વાતચીત કરતાં સ્પષ્ટ કર્યું છે કે, દિલ્હી બોર્ડર રક ચાલી રહેતા ખેડૂત આંદોલન પહેલાની જેમ ચાલુ રહેશે. ખેડૂતોએ કહ્યું છે કે, જ્યાં સુધી કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ કાયદા પાછો નહીં ખેંચાય ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે. દિલ્હીમાં થયેલી હિંસા અંગે ખેડૂત નેતાઓ કહે છે કે, તે સરકારનું કાવતરું હતું અને તેમાં દિલ્હી પોલીસ શામેલ હતી.

સંયુક્ત કિસાન મોરચાએ તેની પ્રેસ નોટમાં લખ્યું છે કે ‘ઘણા મહિનાથી ચાલી રહેલા શાંતિપૂર્ણ આંદોલનને બદનામ કરવાનું કાવતરું હવે લોકો સમક્ષ જાહેર થયું છે. કેટલાક વ્યક્તિઓ અને સંગઠનો (મુખ્યત્વે દીપ સિદ્ધુ અને સત્નામસિંહ પન્નુની આગેવાની હેઠળ કિસાન મજૂર સંઘર્ષ સમિતિ)ની સહાયથી સરકારે આ આંદોલનને હિંસક બનાવ્યું હતું. અમે ફરીથી સ્પષ્ટતા કરી કે, લાલ કિલ્લા અને દિલ્હીના અન્ય ભાગોમાં થયેલી હિંસક ક્રિયાઓ સાથે અમારે કોઈ લેવા દેવા નથી. અમે તે પ્રવૃત્તિઓની નિંદા કરીએ છીએ.’

ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટિકેતે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, ગઈકાલે દિલ્હીમાં ટ્રેક્ટર રેલી એકદમ સફળતાપૂર્વક થઈ હતી. જો કોઈ ઘટના બની હોય તો તેના માટે પોલીસ વહીવટ જવાબદાર છે. કોઈ લાલ કિલ્લા સુધી પહોંચે છે અને પોલીસની એક પણ ગોળી ચલાવવામાં આવતી નથી. ખેડૂત સંગઠનને બદનામ કરવાનું કાવતરું હતું. કિસાન આંદોલન ચાલુ રહેશે.

શહીદ દિવસ પર દેશભરમાં રેલીઓ, ઉપવાસ

ખેડૂત નેતાઓએ કહ્યું છે કે 30 જાન્યુઆરીએ ગાંધીજીના શહાદત દિવસ પર દેશભરમાં શાંતિ અને અહિંસા પર ભાર મૂકવા માટે એક દિવસનો ઉપવાસ રાખવામાં આવશે. સંયુક્ત કિસાન મોરચાએ દીપ સિદ્ધુ જેવા તત્વોનો સામાજિક બહિષ્કાર કરવા લોકોને અપીલ કરી છે.

1 ફેબ્રુઆરીએ સંસદ કૂચનો કાર્યક્રમ રદ

હાલમાં ખેડૂત આગેવાનોએ 1 ફેબ્રુઆરીએ સંસદની યાત્રાનો કાર્યક્રમ રદ કર્યો છે. ખેડૂત નેતાઓએ નૈતિક જવાબદારી નિભાવતા 1 ફેબ્રુઆરીએ યોજાનારી સંસદની કૂચ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

પોલીસનો દાવો- ખેડૂતોએ કરારનું ઉલ્લંઘન કર્યું

દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસાના મામલે દિલ્હી પોલીસ કમિશનર એસ.એન. શ્રીવાસ્તવ ખુદ મીડિયાની સામે આવ્યા હતા અને કહ્યું હતું કે, ખેડૂતોએ પોલીસ સાથેના કરારનું ઉલ્લંઘન કર્યું હતું. તેમણે કહ્યું કે, અમે સૌ પ્રથમ દિલ્હીની બહાર ખેડૂતોને તેમની ટ્રેક્ટર કૂચ કાઢવા જણાવ્યું હતું, પરંતુ ખેડૂતો સહમત ન થયા. કમિશનરે કહ્યું કે પાંચ-રાઉન્ડની બેઠકમાં અમે આખરે તેમને ત્રણ માર્ગ આપ્યા. પરંતુ તેનું પાલન થયું ન હતું.

‘ખેડૂતોએ બધી બોર્ડર પર હિંસા શરૂ કરી’: પોલીસ

દિલ્હી પોલીસ કમિશનરે કહ્યું કે, ‘આ જ રીતે લગભગ સાડા આઠ વાગ્યે એ લોકો ટિકરી બોર્ડર પરથી નીકળી ગયા, આ સમય પણ ગાઝીપુરથી નિકવાનો સમય હતો. પોલીસનો નિર્દેશ હતો કે તેઓએ તેમના નિયત સમયે 12 વાગ્યે જવું જોઈએ, કારણ કે પ્રજાસત્તાક દિવસનો કાર્યક્રમ લગભગ 12 વાગ્યે સમાપ્ત થવાનો હતો. તેઓએ તેનું સાંભળ્યું નહીં અને આગળ નિકળી ગયા.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap