અમદાવાદ: વેલેન્ટાઇન્સ ડે પર લોકો તેમની પ્રેમિકાને પ્રેમનો વ્યક્ત કરવા માટે મોટી ગિફ્ટ આપે છે. ત્યારે અમદાવાદના વિનોદ પટેલ તેની પત્નીને આવી જ એક ગિફ્ટ આપવા જઈ રહ્યા છે, જેની ચારે બાજુ ચર્ચા છે. લોકો વિનોદ પટેલની આ ઉદારતાના લોકો વખાણ કરી રહ્યા છે.
વિનોદની પત્ની રીટા પટેલની બંને કિડની નિષ્ફળ ગઈ છે. ડોક્ટરે રીટાને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનું કહ્યું હતું. પત્ની રીટાની પીડા જોઈને વિનોદ પટેલ ખૂબ જ દુ:ખી થયા હતાં. કારણ એ હતું કે રીટાના કેડેવર ડોનરની રાહ જોવામાં ખુબ જ સમય લાગી જાય છે. તેથી વિનોદે રીટાને તેની કિડની આપવાનું નક્કી કર્યું છે.
પ્રેમના દિવસે વિનોદ તેની કિડની રીટાને વેલેન્ટાઇન્સ ડે પર આપશે. વિનોદ અને રીટાની 13 ફેબ્રુઆરીએ લગ્નની 23 મી વર્ષગાંઠ પણ હતી. 45 વર્ષીય વિનોદ પટેલે ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું કે તે વ્યવસાયે ડેકોરેશન કોન્ટ્રાક્ટર છે. રીટા ગૃહિણી છે. બંનેને 22 વર્ષની પુત્રી અને 16 વર્ષનો પુત્ર છે.
વિનોદ પટેલે કહ્યું કે, 2017મા રીટાના પગમાં સોજો હતો અને શ્વાસ લેવામાં તકલીફ હતી. જ્યારે તે ડો.સિદ્ધાર્થ માનવાણી પાસે તેમણે તપાસ બાદ ખબર પડી કે તેની બંને કિડની ખરાબ છે. રીટા અને તેના પરિવારજનો ચોંકી ગયા. ડોક્ટરે કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી હતી. પરંતુ કોઈ દાતા મળ્યા ન હતા. વિનોદે વેલેન્ટાઇન્સ ડે પર રીટાને કિડનીને પ્રેમની ભેટ આપવાનું નક્કી કર્યું છે.
વિનોદ પટેલે કહ્યું કે, અમારા લગ્નને 23 વર્ષ થયા છે. સારા અને ખરાબ સમયમાં મારી પત્ની હંમેશાં મારી સાથે ઊભી રહી છે. હવે તે દર્દમાં છે અને તેને આવી પીડામાં જોવું મારા માટે અસહ્ય છે. મારી તપાસ બાદ કિડની રીટા સાથે મેળ ખાતી હતી. રીટા મારી કિડની લેવા તૈયાર નહોતી,પરંતુ મેં તેમને મનાવી લીધી છે.
