ઘણીવાર નાના બાળક એવો કમાલ કરી બતાવે છે જેની આપણે કલ્પના પણ ના કહી હોય. ત્યારે કાંઈક આવું જ કરી બતાવ્યું ભોપાલના 6 વર્ષના એક બાળકે જેને કરવામાં મોટા મોટા- લોકોનો પણ પરસેવો છૂટી જાય છે. જેના વખાણ આજે દુનિયાના ખૂણે વસતા તમામ ભારતીયો કરી રહ્યાં છે. પિતાએ જ્યારે પોતાના આ દિકરાનો કમાલ જોયો તો તે જોતા જ રહી ગયાં. તો ચાલો જાણીએ આ બાળક એવી શું કરી બતાવ્યું છે?
હકીકતમાં, રાજધાની ભોપાલનો નિવાસી આ બાળકનું નામ વરેણ્યમ શર્મા છે. તે દેખાવમાં તો સાવ સામાન્ય છે પરંતુ કામ મોટા-મોટા તેજ દોડવીરની જેમ કરે છે. વરેણ્યમ રોજ 7 કિલોમીટરથી વધારે રનિંગ કરી રહ્યો છે. જ્યારે તે દોડે છે તો લોકો જોતા જ રહી જાય છે અને તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કરવા લાગે છે.
વરેણ્યમને આ દોડ લોકડાઉનમાં શરૂ કરી છે, તેના પરિવારના લોકો જણાવે છે કે જ્યારે સ્કૂલ નહોતી ચાલું તો તે ઘરે બેઠો-બેઠો કંટાળી જતો હતો. તેણે એક દિવસ કહ્યું હવે હુ દોડ શરૂ કરૂ છું, પ્રારંભિક દિવસમાં અડધો કિલોમીટર પછી એક અને હવે સીધો 5 કિલોમીટરનું અંતર કાપે છે. મુશ્કેલ કરનારી વાત તો એ છે કે તે થાકતો જ નથી અને મોટા લોકો પણ તેની પાસે પહોચી નથી શકતા.
વરેણ્યમના પિતા રાહુલ શર્માએ જણાવ્યું કે અમને નહતી ખબર કે મારા દિકરાની અંદર આટલી મોટી પ્રતિભા છુપાયેલી છે. લોકડાઉનમાં અમને તે મળ્યું છે જે કયારેય કોઈએ વિચાર્યું પણ નહતું. તેમણે આગળ કહ્યું કે પુત્રનો દોડનો વીડિયો બનાવી અમે લોકોએ રમત વિભાગમાં મોકલ્યો જે સિલેક્ટ થઈ ગયો છે.
તેમજ વરેણ્યના દાદાએ જણાવ્યું કે જ્યારે દિકરો મનીશની જેમ રનિંગ કરે છે તો આડોસ-પાડોસના લોકો જોતા જ રહી જાય છે. આજુ-બાજુના લોકોએ તેનાથી પ્રભાવિત થઈ સવારે તેની સાથે દોડવાનું શરૂ કરી દીધું છે.
બાળકની આ મહેનત અને લગનનું પરિણામ છે કે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં તેમનું નામ નોધવામાં આવ્યું છે. તે પ્રદેશનો સૌથી નાનો એથલીટ બની ગયો છે. આ અંગે વધુમાં વરેણ્યમની માં જયશ્રી શર્મા જણાવે છે કે દરરોજ દોડવાની તાલીમથી મોબાઈલની ટેવ છુટી ગઈ છે. લોકડાઉનમાં ઘરેથી બહાર ના નીકળવા પર તેમાં ચીડિયાપણુ આવ્યું હતું તે પણ સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ ગયું છે.
