હાશ, ભારતમાં તૈયાર વેક્સિનને લઈને આવ્યા આવા સમાચાર

સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાયરસની હાલની પરિસ્થીતીને ધ્યાનમાં રાખીને 29 ડિસેમ્બરે એક પ્રેસ કોન્ફ્રેન્સ કરી હતી. જેમાં ભારત સરકારના પ્રધાન વૈજ્ઞાનિક સલાહકાર (PSA)કે.વિજય રાધવને કહ્યું હતું કે, આપણા દેશમાં અને બાહર પણ જે વેક્સિન તૈયાર કરવામાં આવી રહી છે. યુકે અને દક્ષિણ આફ્રીકામાં સામે આવેલા વેરિએન્ટની વિરુદ્ધ કારગર સાબીત થશે.સ્વાસ્થ્ય મંત્રાલયની આ પ્રેસ કોન્ફ્રેન્સમાં આરોગ્ય સચિવ રાજેશ ભુષણ પણ હાજર રહ્યા હતા અને તેમણે કોરોના વાયરસની હાલની સ્થિતી પર માહિતી આપી હતી.

કોરોનાથી થતા મોતનો આંકડો ઘટી રહ્યો છે

સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભુષણે કહ્યું કે, ભારતમાં દરરોજ નવા કેસ 17,000થી પણ ઓછા થઈ ગયા છે. આ સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે.કોરોનાથી મરનારા લોકોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે, આ સંખ્યા પ્રતિદિન 300 પર પહોંચી ગઈ છે. દેશમાં સંક્રિય કેસનો 60 ટકા ભાગ 5 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં છે. લગભગ 24 ટકા કેસ કેરળમાં, 21 ટકા મહારાષ્ટ્રમાં, 5 ટકા વધુ પશ્ચિમ બંગાળમાં,લગભગ 5 ટકા ઉત્તર પ્રદેશમાં અને 4.83 ટકા છત્તીસગઢમાં છે.

રાહતની વાતએ છે કે, દેશમાં એક્ટિવ કેસ સતત ઘટી રહ્યા છે. સ્વાસ્થ્ય સચિવે જણાવ્યું છે કે, એક્ટિવ કેસોની સંખ્યા વર્તમાનમાં 2,70,000થી પણ ઓછા છે. દેશમાં પોઝિટિવિટી રેટ 6 ટકા છે. પાછલા અઠવાડિયાના પોઝિટિવિટી રેટ 2.25 ટકા છે.

વેક્સિન નવા સ્ટ્રેન પર પણ અસરકારક હશે આ સમાચાર એટલા માટે મહત્વાના છે કારણ કે,ભારતમાં પણ બ્રિટનના કોરોનાના નવા સ્ટ્રેન વાળા 6 લોકો પોઝિટિવ આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસારં, આ લોકો બ્રિટનથી પરત ફર્યા હતા. ટેસ્ટ બાદ તેઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે અને તેમાં નવા સ્ટ્રેનના લક્ષણો જોવા મળ્યાં છે.

કેન્દ્ર સરકારે મંગળવારે કહ્યું કે, બેગલુરૂ,હૈદરાબાદ અને પુણેમાં યૂનાઈટેડ કિંગડમ (યુકે)થી આવેલા 6 મુસાફરો કોરોનાના નવા સ્ટ્રેનના લક્ષણો સામે આવ્યા છે. સરકારે કહ્યુંકે, આ બધા મુસાફરો અલગ-અલગ જગ્યાઓ આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે. બ્રિટન સરકારે હાલમાં જાહેરાત કરી હતી કે, નવા વાયરસ સ્ટ્રેન 70 ટકાથી વધી તેજીથી ફેલાય રહ્યો છે. ત્યાર બાદ ભારતે 31 ડિસેમ્બર સુધી બ્રિટનથી આવતી બધી ફ્લાઈટો પર પ્રતિબંધ લગાવી દીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap