કોરોના વેક્સિન માટે ડ્રાય રન આજથી બે દિવસ સુધી ભારતમાં શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે પંજાબ, આસામ, આંધ્રપ્રદેશ અને ગુજરાતના ચાર રાજ્યોમાં ડ્રાય રન ચલાવશે. ડ્રાય રન દરમિયાન લોકોને આ વેક્સિન આપવામાં આવશે નહીં, માત્ર તે લોકોનો ડેટા લેવામાં આવશે અને અપલોડ કરવામાં આવશે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દરેક રાજ્ય બે જિલ્લામાં રિહર્સલ (ડ્રાય રન)ની યોજના બનાવશે અને તે જિલ્લા હોસ્પિટલો, શહેરી સ્થળો, ખાનગી આરોગ્ય સુવિધાઓ, ગ્રામીણ વગેરેમાં જુદા જુદા સત્રોમાં કરવામાં આવશે.
મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, “આ રિહર્સલ કોરોના રસીકરણને સક્ષમ બનાવશે અને એન્ડ ટુ એન્ડ મોબિલાઈજેશન પ્રકિયાને સક્ષમ બનાવશે.આ રિહર્સલ દ્વારા તેની વાસ્તવિક વાતાવરણમાં પરીક્ષણ કરવામાં આવશે.”
ન્યૂઝ એજન્સી IANS અનુસાર, ત્રણ વેક્સિન કંપનીઓ ફાઇઝર, ઓક્સફોર્ડના સીરમ ઇન્સ્ટિટ્યૂટ, ભારત બાયોટેકે કટોકટીના ઉપયોગ માટે મંજૂરી માટે ભારત સરકારને અરજી કરી છે.
ભારતમાં કોરોના વાયરસ વેક્સિનની દોડમાં ફાઈઝર સૌથી આગળ છે. ફાઈઝરએ વેક્સિનના તાત્કાલિક ઉપયોગ માટે 4 ડિસેમ્બરે ભારત સરકારને પ્રથમ અરજી કરી હતી. યુ.એસ., યુ.કે. અને કેનેડા જેવા દેશોએ ફાઈઝર વેક્સિનને મંજૂરી આપી છે.
