ઉત્તરાખંડ: ચમોલીમાં ગ્લેશિયર તૂટવાથી મચી તબાહી,જુઓ વીડિયો

પર્વતીય રાજ્ય ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાંથી ગ્લેશિયર તૂટ્યો છે. આ ઘટના બાદ રૈની ગામમાં વીજ પ્રોજેક્ટ નજીક ધૌલીગાંગા નદીનું પાણીનું સ્તર ઝડપથી વધી ગયું છે. આ ચમોલી જિલ્લામાં તપોવનનો વિસ્તાર છે. આ દુર્ઘટનાને કારણે નદીની આસપાસ બાંધવામાં આવેલા ઘણા મકાનો તૂટી ગયા છે. સરકારે આ બે હેલ્પલાઇન નંબર 1070 અથવા 9557444486 પણ જારી કર્યા છે.

માહિતી અનુસાર, ચમોલી જિલ્લામાં પૂરને કારણે 100-150 લોકોના મોતની આશંકા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે- ‘મેં ઉત્તરાખંડમાં કુદરતી આફતની માહિતી અંગે મુખ્યમંત્રી, ડીજી આઇટીબીપી અને ડીજી એનડીઆરએફ સાથે વાત કરી છે. તમામ સંબંધિત અધિકારીઓ લોકોને સલામત બનાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યાં છે. એનડીઆરએફ ટીમો બચાવ કામગીરી માટે રવાના થઈ છે. દેવભૂમિને દરેક શક્ય સહાય આપવામાં આવશે.

ચમોલી જિલ્લાના જિલ્લામેજિસ્ટ્રેટે અધિકારીઓને સૂચના આપી છે કે, આ દુર્ઘટનાથી અસરગ્રસ્ત લોકોને મદદ પુરી પાડવામાં આવે. જેઓ ધૌલીગાંગા નદીની પાસે રહે છે તેઓને મદદ કરવા વહીવટીતંત્રને સુચના છે. કલેક્ટર અને પોલીસ અધિક્ષક સ્થળ પર જવા રવાના થયા છે.

અફવાઓ પર ધ્યાન ન આપો: મુખ્યમંત્રી

મુખ્ય મંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે કહ્યું છે કે – ‘ચમોલીમાં આપત્તિના સમાચાર છે. પરિસ્થિતિનો સામનો કરવા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસને સુચના આપવામાં આવી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની ટીમો પણ સ્થળ પર જવા રવાના થઈ છે. કોઈપણ પ્રકારની અફવા પર ધ્યાન ન આપો. સરકાર તમામ યોગ્ય પગલા લઈ રહી છે.

ધૌલીગંગા નદીના કાંઠે બાંધેલા મકાનો ધ્વસ્ત

ધૌલીગાંગા નદીના કાંઠે વસેલા રૈની ગામમાં ભારે વિનાશ થયો છે. ITBPએ માહિતી આપી છે કે જવાનો સ્થળ પર જવા રવાના થયા છે અને રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવશે.

સીએમ રૂપાણીએ ઉત્તરાખંડ પ્રશાસન સાથે સંપર્ક કરી ત્વરાએ કાર્યવાહી હાથ ધરી

મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ઉત્તરાખંડના ચમોલી તપોવન ખાતે સર્જાયેલી કુદરતી હોનારતમાં ફસાયેલા ગુજરાતના યાત્રિકોને તત્કાલ મદદ અને બચાવ રાહત તેમજ ઇજાગ્રસ્તોને સારવારનો પ્રબંધ કરવાની વ્યવસ્થા માટે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મૂકીમને ઉત્તરાખંડ પ્રશાસન સાથે સંપર્ક કરી ત્વરાએ કાર્યવાહી હાથ ધરવા સૂચનાઓ આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap