અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને આવ્યા મોટા સમાચાર,જાણો શું છે

અમેરિક સંસદે પાછલા દિવસોમાં થયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીના ઈલેક્ટોરલ કોલેજ રિઝલ્ટનો સ્વીકાર કરતા જો બાઈજનને આગામી રાષ્ટ્રપતિ બનવાનો માર્ગ ઔપચારિક રીતે સાફ કરી દીધો છે, ન્યૂઝ એજન્સી રોઈટર્સે આ માહિતી આપી છે.

જણાવી દઈએ કે, બાઈડનને કુલ 538 ઈલેક્ટોરલ વોટમાંથી 306 વોટ મળ્યા હતાં. કોઈ પણ ઉમેદવારે જીતવા માટે ઓછામાં ઓછા 270 ઈલેક્ટોરલ વોટની જરૂરત હોય છે.ચૂંટણીમાં બાઈડનના હરીફ અને હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 232 ઈલેક્ટોરલ વોટ મળ્યા હતા.

બાયડેનની જીતને અમેરિકી સંસદ દ્વારા મંજૂરી મળ્યા બાદ ટ્રમ્પે કહ્યું કે, “જોકે હું ચૂંટણીના પરિણામ સાથે સંપૂર્ણ રીતે અસંમત છું… 20 જાન્યુઆરીએ સત્તાનો વ્યવસ્થિત ટ્રાન્સફર થશે.”

ટ્રમ્પ સમર્થકોએ પરિણામો પર સંસદની મહોર પૂર્વે હંગામો મચાવ્યો

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બિઈડનની જીતને યુએસ સંસદથી ઔપચારિક મંજૂરી મળી તે પહેલાં ટ્રમ્પના સમર્થકો બુધવારે કેપિટલ બિલ્ડિંગમાં ધૂસીને હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન ટ્રમ્પ સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

જણાવી દઈએ કે, ટ્રમ્પે બુધવારે બપોરે તેમના સમર્થકોની એક રેલીમાં કહ્યું હતું કે, “અમે ક્યારેય હાર માનીશું નહીં.” મીડિયા રિપોર્ટ અનુસાર ટ્રમ્પે તેમના સમર્થકોને રેલીમાં કેપિટલ બિલ્ડિંગ તરફ કૂચ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap